પંચમહાલ જિલ્લામાં જમીન માપણી કચેરીના હડતાળ પર ઉતરેલા કર્મીઓને હાજર થવા નોટિસ

પંચમહાલ આઈ.એલ.આર.કચેરીના હડતાળિયા કર્મચારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી હડતાળિયા તમામ કર્મચારીઓને તાકિદે હાજર થવા નોટિસ આપી છે. સમાધાન માટે કર્મચારીઓને ગાંધીનગર તેડું આવતા ગોધરાથી કર્મચારી આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે.

પંચમહાલ જિલ્લા જમીન માપણી કચેરીના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈ શ‚ કરેલી હડતાળ હવે નિર્ણાયક તબકકામાં પહોંચી છે. કર્મચારીઓ સામુહિક હડતાળ પર ઉતરી જતાં જિલ્લાભરના ખેડુતો, અરજદારો અને સામાન્ય નાગરિકોના જમીન માપણી, સીમાંકન તેમજ નકશા સંબંધિ અગત્યના સરકારી કામકાજ સંપુર્ણપણે ઠપ્પ થયા છે. અરજદારોને હાલાકી અને વહીવટી કામગીરી પર પડેલી ગંભીર અસરોને ધ્યાનમાં રાખી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આંદોલનકારી કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યુ છે. તંત્ર દ્વારા હડતાળ પર ગયેલા તમામ કર્મચારીઓને વ્યક્ગિત રીતે કારણદર્શન નોટિસ ફટકારી છે. જેમાં કર્મચારીઓને તાત્કાલિક અસરથી પોતાની હડતાળ સમેટીને ફરજ પર હાજર થવા તાકિદ કરાઈ છે. વહીવટી કાર્યવાહીની સાથે સાથે સરકાર દ્વારા મંત્રણાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. હડતાળના કારણે સર્જાયેલી મડાગાંઠનો સુ:ખદ અંત લાવવા અને કર્મચારીઓની રજુઆતોનુ યોગ્ય નિરાકરણ શોધવા માટે તમામ હડતાીળયા કર્મચારીઓના પ્રતિનિધિઓના ગાંધીનગર ઉચ્ચકક્ષાની બેઠક માટે બોલાવ્યા છે.