ઝાલોદ-બાંસવાડા રોડ પર એક્સેસની ટક્કરે યુવાન ગંભીર

પગપાળા જતા યુવાનને પાછળથી ટક્કર મારી ફરાર; માથામાં ગંભીર ઈજા, અમદાવાદ સિવિલમાં સારવાર.

ઝાલોદ-બાંસવાડા રોડ પર તા.૨૮ સપ્ટેમ્બરની રાત્રે આશરે ૨ વાગ્યે પગપાળા હાઇવે હોટલ તરફ જઈ રહેલા ૩૨ વર્ષીય કિરીટભાઈ કાંતિભાઈ પાંડોરને પાછળથી પૂરઝડપે આવેલી એક્સેસે ટક્કર મારી હતી. અકસ્માતમાં કિરીટભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા.

ત્યારબાદ હિંમતનગર અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તબીબોએ હાલત ગંભીર હોવાનું પરિવારને જણાવ્યું હતું. અકસ્માત કરનાર એક્સેસનો નંબર GJ-20-BE-2225 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે દિલીપભાઈ પાંડોરે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.