દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘JOSH ટીમ’ના રાષ્ટ્રીય શુભારંભનું જીવંત પ્રસારણ નિહાળ્યું

નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલના અધ્યક્ષ સ્થાને ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચઓ, નિક્ષય મિત્ર તથા ટીબી ચેમ્પિયનોનું સન્માન કરાયું.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ‘JOSH (Joint Squad for Health) Teams’ના રાષ્ટ્રીય શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા ઉંઘજઇં ટીમનો રાષ્ટ્રીય શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલના માધ્યમથી ટીબી નિર્મૂલનના અભિયાનમાં યુવાશક્તિ અને જનભાગીદારીને જોડીને કામગીરીને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન ખુશી ચેટબોટ એપ્લિકેશનનું લોન્ચિંગ, ઉંઘજઇં બ્રોશરનું અનાવરણ, ટીબી મુક્ત ભારત અભિયાનની એપ્લિકેશનનું લોન્ચિંગ તેમજ ઉંઘજઇં લોગો અને વીડિયોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાએ વર્ગ-૧ના અધિકારીની આગેવાની હેઠળ પાંચ માય ભારત વોલેન્ટિયર્સ અને પાંચ NCC કેડેટ્સની JOSH ટીમની રચના કરવામાં આવશે.

આ ટીમો ગામેગામ અને પરિવાર સુધી પહોંચીને ટીબી અંગે જનજાગૃતિ ફેલાવશે, ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરશે તેમજ ટીબી નિર્મૂલન માટે જનભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

જીલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર જે. એમ. રાવલના અધ્યક્ષસ્થાને નાની વાસવાણી, ગુલતોરા પશ્ચિમ અને ગુલતોરા ઉત્તર એમ ત્રણ ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રેંટિયા અને પાંચવાડા ગામના સરપંચઓને નિક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને સહયોગ આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટીબી સામેની લડાઈમાં પોતાના અનુભવો અને સંઘર્ષ દ્વારા અન્ય દર્દીઓને પ્રેરણા આપતા ત્રણ ટીબી ચેમ્પિયનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને પોષણ સહાય તેમજ જરૂરી સહયોગ પૂરો પાડવા માટે વધુમાં વધુ નાગરિકોને નિક્ષય મિત્ર બનવા અપીલ કરવામાં આવી હતી.

ટીબીના દર્દીઓને સારવાર પૂર્ણ કરવામાં સહાય‚પ બનવાની સાથે સમાજમાં ટીબી અંગેની ગેરમાન્યતાઓ અને કલંક દૂર કરવા માટે સૌને સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ટીબી નિર્મૂલન માટે દરેક ગામ, દરેક પરિવાર અને દરેક દર્દી સુધી પહોંચવું એ અભિયાનનું મુખ્ય લક્ષ્ય છે.

ટીબીને હરાવવો છે, દર્દીને નહીં; જાગૃતિ ફેલાવવી છે, કલંક દૂર કરવો છેના સંદેશ સાથે ટીબી મુક્ત ભારતના નિર્માણમાં યુવાશક્તિ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને નાગરિકોની સક્રિય ભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લાના નોડલ વર્ગ-૧ અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારીઓ, સરપંચઓ, ટીબી ચેમ્પિયનો, માય ભારત વોલેન્ટિયર્સ, ગઈઈ કેડેટ્સ તથા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.