
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ અને નવજીવન ઇંગ્લિશ મિડિયમ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે અભ્યાસ કરતા ટી.વાય.બી.એ. અને બી.કોમ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગઊઙ ૨૦૨૦ અભ્યાસ અંતર્ગત ઇન્ટર્નશિપ અંગેનો વર્કશોપ આચાર્ય ડો.બી.આર.બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડો.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
વર્કશોપમાં આરંભે આચાર્ય ડો. આર.બોદરએ સૌને આવકારી, ઇન્ટર્નશિપનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ઇન્ટર્નશિપ દ્વારા વિદ્યાર્થીઓ વ્યાવસાયિક સ્તરે પોતાની સ્કીલ વિકસાવી પોતાની કારકીર્દી સરળતાથી ઘડતર કરે તે માટે શુભેચ્છાઓ આપી હતી.

આજના માર્ગદર્શન કાર્યક્રમમાં કોલેજ ઇન્ટર્નશીપ નોડલ ઓફિસર ડો.એ.બી. અગ્નિહોત્રી, ડો.મુકેશ ટગરિયા અને ઇંગ્લિશ મિડિયમ કોમર્સ કોલેજ, દાહોદના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રા.નિરાલી પાંડે ઉપસ્થિત રહી ઇન્ટર્નશિપ અંગે માહિતી પૂરી પાડી હતી.