શેરબજાર વધારા સાથે બંધ થયું – એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ,એસબીઆઇમાં મજબૂત તેજી જોવા મળી

મંગળવારે સ્થાનિક શેરબજાર મજબૂત તેજી સાથે બંધ થયું. અઠવાડિયાના બીજા ટ્રેિંડગ સત્રમાં, સેન્સેક્સ ૦.૫૨ ટકા અને નિફટી ૦.૩૮ ટકાના વધારા સાથે બંધ થયો. એક્સિસ બેંક, રિલાયન્સ,એસબીઆઇ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર આજે મજબૂત તેજી સાથે બંધ થયા. દરમિયાન, એચસીએલ ટેક, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવી મોટી આઇટી કંપનીઓના શેર ફરી ઘટ્યા, લાલ નિશાનમાં બંધ થયા.

મંગળવારે,બીએસઇ સેન્સેક્સ ૪૨૭.૪૦ પોઈન્ટ (૦.૫૨%) વધીને ૮૨,૫૩૨.૧૯ પર બંધ થયો.એનએસઇ નિટી ૫૦ ઇન્ડેક્સ ૯૬.૩૦ પોઈન્ટ (૦.૩૮%) વધીને ૨૫,૩૮૭.૪૦ પર બંધ થયો. એ નોંધવું જોઈએ કે આજે શેરબજારની શ‚આત લેટ રહી હતી.

સપ્તાહના બીજા દિૃવસે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૧૨ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા. બીજી તરફ, નિટીની ૫૦ કંપનીઓમાંથી ૨૭ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની ૨૩ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા.

સેન્સેક્સની અગ્રણી ખાનગી ક્ષેત્રની કંપની એક્સિસ બેંકના શેર આજે સૌથી વધુ ૨.૦૬ ટકાના વધારા સાથે બંધ થયા. દૃરમિયાન, આઇટી કંપની એચસીએલ ટેકના શેર આજે સૌથી વધુ ૧.૯૫ ટકાના ઘટાડા સાથે બંધ થયા.

સેન્સેક્સના અન્ય શેરોમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨.૦૧ ટકા,એસબીઆઇ ૧.૭૪ ટકા,ટીસીએસ ૧.૬૭ ટકા, અદૃાણી પોર્ટ્સ ૧.૫૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૪૯ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૪૯ ટકા, ઇન્ડિગો ૧.૩૪ ટકા, બજાજ ફિનસર્વ ૧.૧૭ ટકા, ઇટરનલ ૧.૦૯ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૦.૯૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૯૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૭૦ ટકા,એલએન્ડટી ૦.૪૯ ટકા, હિન્દૃુસ્તાન યુનિલિવર ૦.૪૯ ટકા, મારુતિ સુઝુકી ૦.૨૮ ટકા, સન ફાર્મા ૦.૧૭ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૦૨ ટકા વધ્યા.

આ શેરોમાં આજે નુકસાન થયું. બીજી તરફ, પાવરગ્રીડના શેર ૧.૫૩ ટકા, ટેક મહિન્દ્રા ૧.૪૩ ટકા, ઇન્ફોસિસ ૧.૨૦ ટકા, આઇટીસી ૦.૬૧ ટકા, ટ્રેન્ટ ૦.૫૯ ટકા, ભારતી એરટેલ ૦.૫૬ ટકા, બીઇએલ ૦.૪૪ ટકા, ટાઇટન ૦.૩૪ ટકા, એચડીએફસી બેંક ૦.૨૩ ટકા, એનટીપીસી ૦.૨૩ ટકા અને ટાટા સ્ટીલ ૦.૧૧ ટકા ઘટ્યા હતા.