
રાજકોટમાં દુધના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર ભાર વધ્યો છે. અમૂલ બાદૃ હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દુધના ભાવમાં પ્રતિ લિટરે ૨થી ૪ રૂપિયાનો વધારો કર્યો છે. ડેરી મર્ચન્ટ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની સીધી અસર શહેરની આશરે ૬૫૦ ડેરીઓના ગ્રાહકો પર પડશે. રાજકોટમાં ખાનગી ડેરીઓ મારફતે દરરોજ અંદૃાજે ૩ લાખ લિટર દૃૂધનું છૂટક વેચાણ થાય છે.
રાજકોટમાં ખાનગી ડેરીઓએ દૃૂધના ફેટના પ્રમાણ પ્રમાણે ભાવમાં વધારો કર્યો છે. ૪ ફેટ સુધીના દુધમાં પ્રતિ લિટરે ૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ૪ ફેટથી વધુના દુધમાં ૪ પિયાનો વધારો ઝીંકાયો છે.
આ વધારા બાદ અગાઉ ૩૦થી ૩૫ રૂપિયે મળતું ૪ ફેટ સુધીનું દુધ હવે ૩૨થી ૩૭ રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. જ્યારે ૪થી ૬ ફેટ ધરાવતા દૃૂધના ભાવમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત દહીંના ભાવમાં પણ પ્રતિ કિલો ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું એસોસિયેશને જણાવ્યું છે.
ડેરી મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ વી.પી. વૈષ્ણવના જણાવ્યા અનુસાર, અમૂલ દ્વારા ભાવ વધારવામાં આવ્યા બાદૃ ખાનગી ડેરીઓ માટે પણ ભાવ વધારવાની સ્થિતિ ઊભી થઈ છે. ગામડાઓમાં હાલની પરિસ્થિતિને કારણે દૃૂધની આવકમાં ઘટાડો નોંધાઈ રહૃાો છે. પરિણામે દુધની ઉપલબ્ધતા જાળવવા અને માલધારીઓને યોગ્ય ભાવ આપવા માટે આ નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યું કે ખાનગી ડેરીઓ સહકારી ડેરીઓની સરખામણીએ માલધારીઓને પ્રતિ કિલો ફેટે હાલમાં ૭૫ પૈસા વધુ ચૂકવે છે. આગામી ૨૧ તારીખથી આ તફાવત વધારીને ૮૫ પૈસા કરવામાં આવશે. બીજી તરફ ગ્રાહકોને રાહત મળે તે માટે ખાનગી ડેરીઓના વેચાણ ભાવ સહકારી ડેરીઓ કરતાં આશરે ૨ રૂપિયા ઓછા રાખવામાં આવે છે.
એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે શિયાળામાં દુધની આવકમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે શિયાળાની શઆતમાં પણ દૃૂધની અછત જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં દુધની આવકમાં વધુ ઘટાડો થશે તો ફરી એકવાર ભાવ વધારવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
બીજી તરફ ગ્રાહક કેતન સોનીએ ભાવ વધારા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, દૃૂધ દૃરેક પરિવારની દૃૈનિક જરિયાત છે. સામાન્ય રીતે ઉનાળામાં દૃૂધના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં જ ભાવ વધતાં સામાન્ય લોકોના બજેટ પર અસર પડી રહી છે. આગામી સમયમાં પણ ભાવ વધવાની િંચતા તેમણે વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમૂલ દ્વારા પણ દૃૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર ૪ રૂપિયા અને અમૂલ તાજાના ભાવમાં ૨ રૂપિયાનો વધારો કરાયો હતો.
આ વધારા બાદ અમૂલ ગોલ્ડના ૫૦૦ મિલીના પાઉચની િંકમત ૩૫ પિયાથી વધીને ૩૭ પિયા થઈ છે. જ્યારે અમૂલ તાજાના ૫૦૦ મિલીના પાઉચનો ભાવ ૨૯ રૂપિયાથી વધીને ૩૦ રૂપિયા થયો છે. બરોડા ડેરી દ્વારા પણ અમૂલ શક્તિના ૫૦૦ મિલીના પાઉચમાં ૨ પિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે રાજકોટની ખાનગી ડેરીઓના ભાવ વધતાં દુધના ભાવનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.