
વાહનચાલકો પરેશાન, દોઢ વર્ષથી રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, નવીનીકરણની માંગ.
બોડેલી તાલુકાના મોટી બુમડીથી કાંટવા તરફ જોડતા આશરે પાંચ કિલોમીટર લાંબા માર્ગની હાલત ખૂબ ખરાબ છે. રસ્તા પર ઠેર-ઠેર ઊંડા ખાડા પડ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે.
આ માર્ગ પર એકથી બે ફૂટ ઊંડા ખાડા છે, જેનાથી વાહનોને નુકસાન થાય છે. સગર્ભા મહિલાઓને દવાખાને લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે.
આ માર્ગ વૈકલ્પિક બન્યો છે. ભારે વાહનોની અવરજવર વધવાથી રસ્તો વધુ ખરાબ થયો છે. સ્થાનિક લોકો છેલ્લા દોઢથી બે વર્ષથી રસ્તાના સમારકામ અને પહોળા કરવા માટે રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં સમસ્યાનું સમાધાન ન આવતા લોકોમાં ગુસ્સો છે અને તાત્કાલિક નવીનીકરણની માંગ છે.