કવાંટમાં PM મોદીના ૨૫ વર્ષના સુશાસનની ગાથા નાટકથી રજૂ કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૨૫ વર્ષ પૂરા થવા પર કવાંટ બજારમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ છોટાઉદેપુર જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ‘નમો સેવા ગાથા’ ઉપક્રમે આયોજીત કરાયો હતો.

આ કાર્યક્રમમાં PM મોદીના ૨૫ વર્ષના શાસનકાળના વિકાસ કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓ નાટક સ્વ‚પે રજૂ કરાઈ. કલાકારોએ મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના તેમના કાર્યોને જીવંત રીતે ભજવ્યા હતા.

કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા, ડેપ્યુટી સરપંચ સંદીપભાઈ પંચાલ, કવાંટ ભાજપ પ્રમુખ સંજયભાઈ રાઠવા, ઉપપ્રમુખ ભાવેશભાઈ પંચાલ સહિત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા. નાટક જોઈને લોકોએ વડાપ્રધાનની કાર્યશૈલીને બિરદાવી હતી.