બોડેલી એપીએમસીમાં સીસીઆઈએ વિશ્ર્વ કપાસ દિવસની ઉજવણી કરી

રાજ્યના ત્રણ લાખ ખેડૂતોને રેકોર્ડબ્રેક રૂ.૭૯૦૦ કરોડ કપાસની રકમ ચૂકવાઈ.

બોડેલી એપીએમસી ખાતે ભારતીય કપાસ નિગમ લિ. અમદાવાદ દ્વારા વિશ્ર્વ કપાસ દિવસ નિમિત્તે રિફોર્મ ઉત્સવ ૨૦૨૬નું આયોજન કરાયું હતું, આ આયોજન પ્રસંગે ગુજરાતના સીસીઆઈના ઉચ્ચ અધિકારીઓ, કપાસના વેપારીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ઈ.જી.એમ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં ૯૮ લાખ ક્વિન્ટલ કપાસ સીસીઆઈએ લીધો અને ત્રણ લાખ ખેડૂતોને રૂ.૭૯૦૦ કરોડ કપાસની રકમ ચૂકવી જે એક રેકોર્ડ છે.

ગુજરાતમાં ચાર લાખ ખેડૂતોએ પોતાના કપાસ વેચાણ અંગે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે પાંચ લાખે પહોંચશે. કપાસ ક્રાંતિ અને કસ્તુરી કોટનને સરકારના રિફોર્મ ગણાવ્યા હતા. જ્યારે વૈજ્ઞાનિક ચિરાગ પટેલે ખેતરમાં છોડની સંખ્યા વધશે તો જ વાવેતર વધશે તેવી સમજ આપી હતી.

ખેડૂતો રોટેશન પદ્ધતિથી ખેતી કરે તે જ‚રી છે, ખેડૂતોને કપાસની ખેતી માટે સબસિડી, સહાય અને તાલીમ અપાય છે જેથી વધુ ઉપજ મેળવી શકાય છે. રોટેશન પદ્ધતિથી ખેતી કરવી જોઇએ. ખેડૂત આત્મ નિર્ભર બનશે તો જ દેશ આત્મ નિર્ભર બની શકશે.:- એમ.એમ.પટેલ, જોઈન્ટ સેક્રેટરી, સીસીઆઈ…