
નવરાત્રીના પાવન પર્વ પૂર્વે પાવાગઢ ખાતે ભીડ નિયંત્રણ અને ઈમરજન્સી બચાવ કામગીરીની તૈયારીઓ પે એક વિશેષ મોકડ્રીલ યોજવામાં આવી હતી. તારાપુર દરવાજાથી ત્રિકોણિયા રસ્તા સુધી યોજાયેલી આ કવાયતમાં પોલીસ, ફાયર બ્રિગેડ, ૧૦૮, આરોગ્ય અને SDRF ની ટીમો જોડાાઈ હતી. નવરાત્રી દરમિયાન આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ઈમરજન્સી સ્થિતિમાં તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે હેતુથી આ તબીબી અને સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી.
ભીડ નિયંત્રણ માટે વિશેષ મોકડ્રીલ નવરાત્રી તહેવાર પહેલાં પાવાગઢ યાત્રાધામ ખાતે ભીડ નિયંત્રણ અને બચાવ કામગીરીની સજ્જતા ચકાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. પાવાગઢના મહત્વના માર્ગ એવા તારાપુર દરવાજાથી લઈને ત્રિકોણિયા રસ્તા સુધીના વિસ્તારમાં આ સમગ્ર સુરક્ષા કવાયત હાથ ધરવામાં આવી હતી.
અફરાતફરી વચ્ચે બચાવનું પરીક્ષણ આ મોકડ્રીલ દરમિયાન ભીડમાં અફરાતફરી સર્જાય અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે તેવી કૃત્રિમ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આ કવાયતમાં પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ, આરોગ્ય વિભાગ તેમજ જઉછઋની ટીમોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
ઝડપી સારવાર અને સુરક્ષા વ્યવસ્થા તમામ ટીમોએ અચાનક સર્જાયેલી સ્થિતિમાં ભીડને કાબૂમાં લેવા, ઈજાગ્રસ્તોને સલામત બહાર કાઢવા, સ્થળ પર પ્રાથમિક સારવાર આપવા અને વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
વિભાગો વચ્ચે સંકલન ચકાસવાનો હેતુ આ મોકડ્રીલ યોજવા પાછળનો મુખ્ય હેતુ વિપરીત પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચેનું પરસ્પર સંકલન, ઝડપી બચાવ કામગીરી અને તાત્કાલિક તબીબી સારવારની અસરકારકતા ચકાસવાનો હતો. આ કવાયત દ્વારા નવરાત્રીમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે તંત્રની સંપૂર્ણ તૈયારી દર્શાવવામાં આવી હતી.