બોડેલી ઢોકલીયા ફાટક પાસે ૬૧ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ

બોડેલીના ઢોકલીયા ફાટક પાસે ૬૧ વૃક્ષ કાપવાની કામગીરી શરૂ કરી છે. દોઢ વર્ષથી અટવાયેલો ૫૩ કરોડના ઓવરબ્રિજની કામગીરી હવે આગળ વધશે.

બોડેલીના ઢોકલીયા રેલ્વે ફાટક પાસે રોડની આજુબાજુ આવેલા નડતર રૂપ ૬૧ વૃક્ષ કાપવાની મંજુરી મળી ગયા બાદ વૃક્ષ કાપવાની કામગીરી ચાલુ કરી દીધી છે. છેલ્લા દોઢ વર્ષથી જંગલ ખાતા દ્વારા વૃક્ષ કાપવાની પરમીશન ન મળતા ઓવરબ્રિજનુ કામ અટવાયેલુ હતુ. વીજ કંપની દ્વારા નડતર રૂપ વીજ લાઈનો હટાવવાની કામગીરી ચાલુ છે. રોડની બાજુમાં આવેલા વૃક્ષ કપાયા બાદ ટુંક સમયમાં ઓવરબ્રિજની મુખ્ય કામગીરી શ‚ થશે. આ રેલ્વે ઓવરબ્રિજ માટે તા.૦૧/૦૫/૨૦૨૫ ના રોજ મહેસાણાની પરફેમત ઈન્ફ્રા એજન્સીને વર્કઓર્ડર આપી દીધો છે. દાહોદ ખાતેથી વડાપ્રધાન દ્વારા આ પ્રોજેકટનુ ખાતામુર્હુત થઈ ચુકયુ છે.