સીંગવડ તાલુકાના ચુંદડી ગામે લાકડા ખેંચવાની કામગીરી દરમિયાન ટ્રેકટર પલ્ટી જતા ટ્રેકટર નીચે દબાઈ જવાથી ૫૧ વર્ષિય ખેડુતનુ મોત નીપજયું હતુ. બનાવ અંગે મૃતકના ભાઈ ચીમનભાઈ પ્રેમચંદભાઈ મકવાણાએ સીંગવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સીંગવડ તાલુકાના ચુંદડી ગામના ૫૧ વર્ષિય રામાભાઈ શનાભાઈ ચોૈહાણ ચુંદડી ગામે ટ્રેકટર વડે લાકડા ખેંચતા હતા. ત્યારે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં તેની નીચે દબાઈ ગયા હતા. રામાભાઈના ભાણેજ ચિમનભાઈ મકવાણા રાજસ્થ્ાનના ઢાલર ખાતે સાસરીમાં હતા. આ દરમિયાન જમાઈ રાકેશભાઈ ચોૈહાણે ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. ચિમનભાઈ તાત્કાલિક ચુંદડી પહોંચ્યા હતા. ત્યારે ટ્રેકટર નં.-જીજે-૦૯-બી-૭૫૪૪ પલ્ટી ગયેલુ હતુ. અને રામાભાઈ નીચે દબાયેલા હતા. સીકંદરભાઈના જણાવ્યા મુજબ રામાભાઈ શનાભાઈ ચોૈહાણ ચુંદડી ગામે ઝાડ કાપવા ગયા હતા. સવારે આશરે ૧૦.૩૦ વાગ્યે સીમળાનુ ઝાડ દોરડાથી ખેંચતી વખતે ટ્રેકટર અચાનક પલ્ટી ખાઈ ગયુ હતુ. શ્રમિકોએ દોરડું કાપી ટ્રેકટર ઉંચુ કરતા રામાભાઈને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ. આ બાબતે મૃતકના ભાઈ ચિમનભાઈએ રણધિકપુર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.