
મહીસાગર જિલ્લામાં નવી ડિજિટલ ખાતર વિતરણ વ્યવસ્થા (FFS – Framework for Fertilizer Sale) અંગે જિલ્લા પંચાયત હોલમાં તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ખેડૂતોને ખાતરનું પારદર્શક અને સરળતાથી વિતરણ થાય તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તાલીમમાં જિલ્લાના ઇનપુટ ડીલરો, ગ્રામસેવકો, વિસ્તરણ અધિકારીઓ, આત્મા (ATMA), પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને કૃષિ સખીના કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારીની અધ્યક્ષતામાં તાલીમ આપવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિધાર્થ (IAS)ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી અધિકારી બી.એસ. પંચાલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ પ્રસંગે નાયબ ખેતી નિયામક (વિ.) મહેશ પટેલ અને જી.એન.એફ.સી.ના અધિકારી અનિલ સાવલિયાએ નવી વ્યવસ્થાના વિવિધ પાસાં અંગે તાલીમ આપી હતી.
Farmer ID, ઓનલાઇન બુકિંગ અને QR કોડની પ્રક્રિયા સમજાવી તાલીમ દરમિયાન ખેડૂતની ઓળખ, Farmer ID, જમીન અને પાકની વિગતો, ખાતરનું ઓનલાઇન બુકિંગ, QR કોડથી ખાતર વિતરણ અને વેચાણની ડિજિટલ નોંધણીની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ખાતર વિતરણમાં પારદર્શિતા જળવાય, ખેડૂતોને સમયસર ખાતર મળે અને કાળાબજારી તથા અનિયમિતતા પર નિયંત્રણ આવે તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું, તેમજ ખેડૂતોની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા ચર્ચા કરવામાં આવી હતી.
નવી વ્યવસ્થાના અમલ માટે સંકલનથી કામ કરવા સૂચના નાયબ ખેતી નિયામકે નવી વ્યવસ્થાના અમલ માટે અધિકારીઓ, કર્મચારીઓ અને ખાતર વિક્રેતાઓને સંકલનથી કામ કરવા કહ્યું હતું, તેમજ ખેડૂતોને નવી પ્રક્રિયાની જાણકારી આપવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર અધિકારીઓ અને ખાતર વિક્રેતાઓને નવી ડિજીટલ વ્યવસ્થા અંગે માહિતી મળતા જીલ્લામાં ખાતર વિતરણ વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનશે, તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.