નસવાડીના તણખલા ગામથી જીવણપુરા મંદિર સુધીનો માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી

નસવાડી તાલુકાના જીવણપુરા ખાતે આવેલા અંબાજી મંદિર સુધીનો માર્ગ છેલ્લા ધણા સમયથી બિસ્માર હાલતમાં બનતા ઠેર ઠેર ખાડા પડ્યા છે.

શંકરવાવ ગામ પાસે આવેલુ પાઈપ નાળુ તુટીને બેસી ગયેલી હાલતમાં છે. આ સમસ્યા છેલ્લા આશરે એક વર્ષથી યથાવત છે. પાઈપ નાળાની જગ્યાએ યોગ્ય પુલ બનાવવાની જ‚રિયાત હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા વારંવાર માત્ર માટી નાંખી કામગીરી પુર્ણ કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ માર્ગ પર આશરે ૧૦ જેટલા ગામો આવેલા છે. રસ્તો પણ સાંકડો હોવાથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને મુશ્કેલી પડે છે. જીવણપુરા ગામે આવેલા માં અંબે માતાનુ મંદિરમાં નવરાત્રિના પર્વ દરમિયાન ત્રણ રાજયમાંથી મોટી સંખ્યામાં ભકતો અહિં દર્શન કરવા પહોંચે છે. ભકતોની ભારે ભીડને કારણે આશરે બે કિ.મી.સુધી ચાલીને મંદિર સુધી પહોંચવાની સ્થિતિ સર્જાય છે. રસ્તો પહોળો કરી સમારકામ કરે તેવી વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.