૭૭માં વન મહોત્સવ અંતર્ગત ફતેપુરા તાલુકાની પી એમ શ્રી મોડલ સ્કુલ વાંગડ ખાતે મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે વૃષારોપણ કાર્યક્રમ યોજાયો

એક પેડ મા કે નામ અભિયાન 3.0  અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે કાજુના છોડનું વિતરણ

સામાજિક વનીકરણ વિભાગ દાહોદ દ્વારા ૭૭ માં વનમહોત્સવની ઉજવણીના ભાગરૂપે ફતેપુરા તાલુકાની પી એમ શ્રી મોડલ સ્કુલ વાંગડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પી એમ શ્રી મોડલ સ્કુલ વાંગડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પધારેલા ગ્રામજનોને કાજુના છોડ આપીને એક પેડ મા કે નામ અભિયાન 3.0 અંતર્ગત પોત પોતાના ઘરે વૃક્ષારોપણ કરી દાહોદ જીલ્લાને હરિયાળો બનાવવા સહભાગી થવા માટે મંત્રી શ્રી રમેશભાઈ કટારા દ્વારા અપીલ કરવામાં આવી હતી સાથે જ મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ ગ્રામજનો અને ખેડૂતોને અપીલ કરતા કહ્યું કે, દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરો અને પોતાના પરિવારને સ્વસ્થ તંદુરસ્ત રાખો એ સાથે તેમણે વધુમાં કહ્યું કે આપણે સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવીએ અને દેશને સમૃદ્ધ બનાવીએ

 આ પ્રસંગે DCFશ્રી દાહોદ, ACFશ્રી દાહોદ, મામલતદારશ્રી ફતેપુરા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ફતેપુરા, ફતેપુરા આરએફઓશ્રી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ફતેપુરા સબંધિત વિભાગના કર્મચારી ગ્રામજનો અને સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.