
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ અને રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના સયુંકત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય વૃધ્ધ દિવસે સર્વે વૃધ્ધજનોને ખેસ અર્પણ કરી ઉજવણીકરવામાં આવી.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ ના પેરા લીગલ વોલિયન્ટર હીરાલાલ સોલંકી એ “વૃધ્ધ દિવસ” અંતર્ગત વૃધ્ધોના યોગદાન ની પ્રશંસા અને સન્માન કરવાનું કહ્યું હતું. તદુપરાંત
વૃધ્ધોની તંદુરસ્તી,એકલાપણું,આર્થિક સુરક્ષા અને એમની સાથે થનાર દુર્વ્યવહાર જેવા મુદ્દાઓ ની ચર્ચા કરાઈ હતી.
રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદના પ્રમુખ રતનસિંગ બામણિયા, રોટે.દેવાભાઈ રાઠોડ ઉપસ્થિત રહી વૃધ્ધ જનોને માર્ગદર્શન પૂં પાડ્યું હતું. રેલ્વે પેન્શનર્સ એસોસિએશનના સેક્રેટરી એલ.એન.શર્મા એ સન્માન કરવા બદલ આભાર માન્યો હતો.