દાહોદ સ્માર્ટ સિટીમાં પાણી માટેના રૂ.૧૦૧ કરોડ પાણીમાં ગયા

દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે હજારો કરોડ ખર્ચવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી પ્રોજેકટમાં શહેરીજનોને ૨૪ કલાક પીવાનુ પાણી આપવાનુ પ્રાવધાન હતુ. જેથી ૧૦૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરીજનોને બે દિવસના આંતરે પીવાનુ પાણી મળતા કરોડો ‚પિયા પાણીમાં ગયા હોવાનુ લાગી રહ્યુ છે.

દેશના ૯૯ મહાનગરો સ્માર્ટ સિટી પ્રોજેકટમાં સમાવેશ કરાયા જયારે એક માત્ર નગરપાલિકા વિસ્તાર દાહોદનો પણ તેમાં સમાવેશ કરી દાહોદને સ્માર્ટ સિટી બનાવવા માટે હજારો કરોડ ‚પિયાની ગ્રાન્ટ આપી હતી. આ પ્રોજેકટમાં દાહોદ સોનેરી નગરી બની જશે તેમ લાગતુ હતુ. પરંતુ દાહોદવાસીઓનો મોહભંગ થયો છે. કારણ કેરૂકરોડોના આંધણ પછીએ બે-ચાર પ્રોજેકટને બાદ કરતા ઉડીને આંખે વળગે તેવુ કશુ જણાતુ નથી. સ્માર્ટ સિટીમાં શહેરજનોને પીવાનુ ૨૪ કલાક પાણી આપવાની વાતો હવા થઈ ગઈ છે. કારણ કે, અવિરતને બદલે શહેરજનોને બે-ત્રણ દિવસના આંતરે એક ટાઈમ જ પાણી આપવામાં આવે છે. જયારે દાહોદ માટે પીવાના પાણીની યોજનાઓને બાદ કરતા સ્માર્ટ સિટી પ્રોજેકટમાં ફકત પીવાના પાણી માટે જ રૂ.૧૦૧ કરોડનો ખર્ચ કરી નાંખવામાં આવ્યો હોવા છતાં શહેરીજનો માટે પીવાનુ પાણી દોહ્યલુ થઈ પડ્યુ હોવા છતાં સ્માર્ટ સિટીના શિલ્પીઓનુ મોૈન અનેક સવાલો ઉભા કરે છે. પીવાના પાણી મુદ્દે ભુતકાળમાં બિન રાજકિય આંદોલનો થયા હતા. પરંતુ હાલમાં આ ગંભીર મુદ્દે શાસકો આંખ આડા કાન કરે છે. તેમજ વિપક્ષ પણ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.