
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લા બસોલીમાં સીઆઇએસએફ કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાનો પર ફાયરિંગ કર્યું છે, જેમાં ચાર જવાનોના મોત થયા છે. ઘટનાનું કારણ અને પરિસ્થિતિની જાણકારી સામે આવી નથી. આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સીઆઇએસએફ હેડક્વાર્ટરે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે અને ડીજી સીઆઇએસએફ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યાં છે.
આ ઘટના સાંજે ૭.૧૦ કલાકે બની છે. શરૂઆતી તબક્કામાં આ ઘટનાને આપસી ગોળીબારીના રૂપમાં જાવામાં આવી રહી હતી. પરંતુ ફાયરિંગનું કારણ અને ઘટના પાછળની પરિસ્થિતિ હજુ સામે આવી નથી. કઠુઆ જિલ્લા પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચાર મૃતકોમાં એક સીઆઇએસએફના સહાયક કમાન્ડેન્ટ રેન્કના અધિકારી પણ સામેલ છે.
આ મામલામાં સીઆઈએસએફ હેડક્વાર્ટરે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ડીજી સીઆઇએસએફ સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યાં છે. મહત્વનું છે કે આ વિસ્તાર હિમાચલ પ્રદેશની સરહદ નજીક ચે. તેની સરહદ હિમાચલના ચંબા જિલ્લા સાથે લાગે છે.
અધિકારીઓએ જણાવ્યું કે કઠુઆમાં સેવા-૨ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ યુનિટમાં કોઈ વાતને લઈને સીઆઇએસએફ જવાનો વચ્ચે વિવાદ થયો. આ દરમિયાન ૨૦૦૯ બેચના એક ડેક કોન્સ્ટેબલે સીઆઇએસએફના ચાર જવાનો પર ગોળી ચલાવી, જેમાં તેનું મોત થયું છે. આ ઘટના સાંજે ૭ કલાક આસપાસની છે. ઘટના બાદ આરોપી હેડ કોન્સ્ટેબલને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. તો વિભાગીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.