
દિવાળીના તહેવારની ઉજવણીના રંગમાં ભંગ ન પડે અને દારૂ પીને વાહન હંકારતા નબીરાઓ નિર્દોષ લોકોના જીવ ના લે તે માટે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન દારૂ પીને વાહન હંકારવાના કિસ્સાઓમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ખાસ તૈયારી કરી છે. શહેરમાં ટ્રાફિક પોલીસ પાસે ઉપલબ્ધ ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર હવે નશામાં વાહન હંકારતા ચાલકો માટે મુશ્કેલી ઊભી કરશે. શહેરનાં નાનાં-મોટાં જંક્શન પર તહેનાત ટ્રાફિક પોલીસ શંકાસ્પદ વાહનચાલકોને રોકીને તેમણે દારૂ પીધો છે કે નહીં તેની તપાસ કરશે. તપાસમાં દારૂ પીધેલા હોવાનું સામે આવશે તો વાહનચાલક વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધવામાં આવશે.
દિવાળીના તહેવારની લોકો પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરતા હોય છે. અનેક લોકો રાતના સમયે પાર્ટીઓ અને મેળાવડામાં જતા હોય છે. આવી ઉજવણી દરમિયાન કેટલાક લોકો દારૂનું સેવન કર્યા બાદ પણ વાહનનું Âસ્ટયરિંગ પકડતા હોય છે. નશાની હાલતમાં વાહન ચલાવવાથી વાહન પરનું નિયંત્રણ ગુમાવવાની શક્્યતા વધી જાય છે. આવા બેદરકાર વાહનચાલકોના કારણે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જાખમમાં મુકાય છે. દારૂના નશામાં વાહન ચલાવવાથી સર્જાતા અકસ્માતોમાં અનેક પરિવારોને પોતાનાં સ્વજનો ગુમાવવાનો વારો આવે છે.
તાજેતરમાં જ નિકોલ વિસ્તારમાં ફોર્ચ્યુનર કારના ચાલક વિરલ ચૌધરીએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનાએ ફરી એક વાર શહેરના રસ્તાઓ પર ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના જોખમને ઉજાગર કર્યું છે. એક વાહનચાલકની બેદરકારીના કારણે ચાર લોકોના પરિવાર પર કેવી આફત આવી શકે છે તેનું આ ઘટના ઉદાહરણ બની છે. આવી ઘટના ફરીથી ના બને અને દારૂ પીને વાહન હંકારતા ચાલકોને શરૂઆતમાં જ પકડી શકાય તે માટે ટ્રાફિક પોલીસે બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવાની તૈયારી કરી છે. પોલીસ પાસે ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર ઉપલબ્ધ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના જવાનો વાહનચાલકો પર નજર રાખશે. ખાસ કરીને શંકાસ્પદ રીતે વાહન ચલાવતા ચાલકોને રોકીને બ્રેથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવશે. આ તપાસમાં દારૂ પીધો હોવાનું જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
દિવાળીના તહેવારમાં શહેરના રસ્તાઓ પર વાહનોની અવરજવર વધવાની સાથે મોડી રાત સુધી લોકોની ચહલપહલ રહેતી હોય છે ત્યારે પોલીસનું ધ્યાન માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પૂરતું નહીં, પરંતુ નશાની હાલતમાં વાહન હંકારતા લોકો સામે કાર્યવાહી કરવા તરફ પણ રહેશે. ૭૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર સાથે પોલીસની આ તૈયારીનો મુખ્ય હેતુ દારૂ પીને વાહન ચલાવતા લોકોને રોકવાનો અને અકસ્માતોની શક્યતા ઘટાડવાનો છે.
નિકોલમાં ફોર્ચ્યુનર કારથી બે લોકોનો ભોગ લેનારા વિરલ ચૌધરી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. અકસ્માતના બનાવમાં વિરલ વિરુદ્ધ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા જેમાં એક કેસ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જ્યારે બીજા કેસ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અકસ્માતમાં ત્રણ નિર્દોષ લોકોનાં મોત થતાં પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.