અમેરિકાના વોશિંગ્ટનમાં એક ઘરમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં શેરિફ વિભાગના એક ડેપ્યુટીનું મોત થયું હતું

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યમાં એક ઘરની અંદર ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં શેરિફ વિભાગના એક ડેપ્યુટીનું મોત થયું હતું, જ્યારે બીજા ડેપ્યુટી, જે ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેના બચવાની અપેક્ષા નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિ અને ઘરની અંદરના બે અન્ય લોકો પણ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા.

સ્પોકેન કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે, સ્પોકેનની દક્ષિણમાં આવેલા નાના કૃષિ વિસ્તાર, સ્પૅંગલમાં પોલીસને એક મહિલાનો ફોન આવ્યો જેમાં તેણે જાણ કરી કે તેના ભાઈએ તેને ગોળી મારી છે. પહોંચ્યા પછી, અધિકારીઓને ખબર પડી કે શંકાસ્પદ વ્યક્તિ સામે ગુનાહિત વોરંટ છે. વધુમાં, એવી શંકા હતી કે ઘરમાં રહેલા અન્ય લોકો પણ ઘાયલ થયા છે.ટીમના સભ્યો અને અન્ય ડેપ્યુટીઓએ દરવાજા તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

તે સમયે, ઘરની અંદરથી ગોળીબાર થયો, જેમાં બે ડેપ્યુટી ગંભીર રીતે ઘાયલ થયા. બંનેને તાત્કાલિક હોÂસ્પટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર હતી. શેરિફ ઓફિસના નિવેદન મુજબ, એક ડેપ્યુટીનું મંગળવારે રાત્રે મૃત્યુ થયું, જ્યારે બીજાને બુધવારે લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યો. જરૂરિયાતમંદોને તેમના અંગોનું દાન કરવાની પ્રક્રિયા સુધી તેમને લાઇફ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.શેરિફ જાન નોવેલ્સે જણાવ્યું હતું કે બંને ડેપ્યુટીઓ જીઉછ્‌ ટીમના યુવાન સભ્યો હતા. મૃતક ડેપ્યુટીના પરિવારમાં તેની પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. અધિકારીઓએ હજુ સુધી બે ડેપ્યુટીઓના નામ જાહેર કર્યા નથી. શેરિફ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા ડેપ્યુટીઓ જાખમોથી વાકેફ હોવા છતાં, તેઓ બહાદુરીથી બિનશંકિત લોકોની સુરક્ષા માટે જાખમમાં ઉતર્યા. તેઓએ સન્માન અને સમર્પણ સાથે તેમની ફરજા બજાવી.”

દરમિયાન, બીજા ડેપ્યુટીએ વળતો ગોળીબાર કર્યો. શંકાસ્પદ વ્યક્તિ પાછળથી ઘરની અંદર મૃત હાલતમાં મળી આવ્યો. અધિકારીઓને ઘરની અંદર બીજા એક પુરુષનો મૃતદેહ અને બહાર આંગણામાં બીજા એક પુરુષનો મૃતદેહ પણ મળ્યો. મૃતક અને શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને ગોળીબાર પાછળનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. શરૂઆતમાં જે મહિલાને તેના ભાઈએ ગોળી મારી હોવાની જાણ કરી હતી તેને પણ હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી છે. અધિકારીઓના મતે, તેની ઇજાઓ જીવલેણ નથી.