
કેન્દ્ર સરકાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ ભેદભાવ અટકાવવા માટે રજૂ કરાયેલા વિવાદાસ્પદ યુજીસી નિયમો પર પુનર્વિચાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી કે તે વિવાદાસ્પદ યુજીસી નિયમો પર પુનર્વિચાર કરી રહી છે અને આ નિયમોની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરી રહી છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી કે તમામ વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવામાં આવશે, જેથી ખાતરી કરી શકાય કે કોઈ પણ વિદ્યાર્થી અસંતુષ્ટ કે ડરેલો ન અનુભવે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે એમ પણ કહ્યું કે દરેક વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવું આવશ્યક છે. નિયમો બનાવતી વખતે દેશની યુવા પેઢીનો પણ વિચાર કરવો જોઈએ. કહ્યું કે દરેક વિદ્યાર્થીના હિતોનું રક્ષણ કરવામાં આવશે. યુવા પેઢીના ભવિષ્ય અને હિતોનો સંપૂર્ણ વિચાર કરવામાં આવશે.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે આ નિયમો ભેદભાવપૂર્ણ છે અને સામાન્ય વર્ગના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. પાછલી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે આ નિયમોના અમલીકરણ પર રોક લગાવી હતી. કોર્ટનું માનવું હતું કે આ નિયમોની ભાષા અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. કોર્ટે સૂચન કર્યું હતું કે સરકારે આ નિયમો પર વિચાર કરવા માટે એક નવી સમિતિ બનાવવી જોઈએ.
નોંધનીય છે કે થોડા સમય પહેલા રોહિત વેમુલા કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવને દૂર કરવા માટે નિયમો અને નિયમનો બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી,યુજીસીએ નવા નિયમો રજૂ કર્યા. આ નિયમોમાં તમામ યુનિવર્સિટીઓ અને કોલેજામાં સમાનતા સમિતિની રચના ફરજિયાત છે. જાતિ આધારિત ભેદભાવ અંગે એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ આ સમિતિ સમક્ષ ફરિયાદ કરી શકે છે. એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને પહેલા ફરિયાદ કરવાનો અધિકાર હતો, પરંતુ નવા નિયમોમાં ઓબીસી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. સમિતિમાં એસસી એસટી અને ઓબીસી સમુદાયોના પ્રતિનિધિઓનો સમાવેશ થવો આવશ્યક છે. જોકે, આ સમિતિ માટે ઉચ્ચ જાતિના પ્રતિનિધિઓનો સમાવેશ કરવો ફરજિયાત નથી. વિવાદનું બીજું કારણ એ છે કે ખોટી ફરિયાદ નોંધાવનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની જાગવાઈ હતી. જોકે,યુજીસીએ નવા નિયમોમાં આ જોગવાઈને દૂર કરી દીધી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર, સરકારે યુજીસી કાયદામાં સુધારો કર્યો. યુસીજી દ્વારા ૧૩ જાન્યુઆરીએ નવા નિયમો જારી કરવામાં આવ્યા હતા. જોકે, આ નિયમોથી ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો. વિરોધીઓનો દલીલ છે કે યુસીજી કાયદામાં ભેદભાવની વ્યાખ્યા સૂચવે છે કે જાતિ આધારિત ભેદભાવ ફક્ત એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને જ લાગુ પડે છે. સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓને કોઈ સંસ્થાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કેસની સુનાવણી કરતા યુજીસી નિયમોને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધા છે.