
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કમિશનર તુકારામ મુંધેએ ત્રણ મોટા બોલિવૂડ સ્ટાર્સઃ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને વિમલ ઈલાયચીની જાહેરાત કરવા બદલ કારણદર્શક નોટિસ ફટકારી હતી.એફડીએએ ઓગસ્ટમાં આ નોટિસ ફટકારી હતી, જેમાં એ હકીકત પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં ૨૦૧૨ થી ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ છે. એલચીની આડમાં આ પ્રતિબંધિત ઉત્પાદનોનો ખોટી રીતે પ્રચાર કરવો એ કાયદાનું ઉલ્લંઘન છે. મહારાષ્ટ્ર હ્લડ્ઢછ કમિશનર તુકારામ મુંધેએ હવે આ બાબતે એક મુખ્ય અપડેટ શેર કર્યું છે, જેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં આવવાની અપેક્ષા છે.
તુકારામ મુંધેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રણ બોલિવૂડ સ્ટાર્સે નોટિસનો જવાબ આપ્યો છે. તેમાંથી બેએ સુનાવણીની વિનંતી કરી હતી. સહાયક કમિશનર સ્તરે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. શરૂઆતમાં, બે કલાકારોએ જવાબ આપ્યો, એક બાકી છે. મુંધેએ ત્રણેય તરફથી જવાબો મળવાની પુષ્ટિ કરી છે. હવે જ્યારે એફડીએ સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ધ્યાન અંતિમ નિર્ણય પર છે. મુંધેએ સ્ટાર્સને નોટિસ મોકલી ત્યારે આ મુદ્દાએ નોંધપાત્ર ચર્ચા જગાવી. સૂત્રો સૂચવે છે કે એફડીએ નોટિસથી પ્રભાવિત સ્ટાર્સે દલીલ કરી હતી કે નિર્માતા જાહેરાત માટે સંપૂર્ણપણે જવાબદાર હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ મુદ્દે અપીલ કરી છે. ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં, તેમણે લોકપ્રિય કલાકારોને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી પ્રોડક્ટ્સની જાહેરાત ન કરવા વિનંતી કરી. સ્ટાર્સ એવા છે જે અંધકાર નહીં, પ્રકાશ ફેલાવે છે. આ પછી, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સેલિબ્રિટીઓને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી પ્રોડક્ટ્સની જાહેરાત કરવાથી દૂર રહેવા અપીલ કરી હતી. આના જવાબમાં,આઇએએસ અધિકારી તુકારામ મુંધેએ પુનરોચ્ચાર કર્યો કે કોઈ પણ કાયદાથી ઉપર નથી અને વ્યાપારી લાભ જાહેર આરોગ્ય કરતાં વધુ મહત્વપૂર્ણ ગણી શકાય નહીં. મુંધેના મજબૂત વલણને પગલે, એફડીએ કાર્યવાહીની રાહ જાવાઈ રહી છે.