
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આૅગસ્ટ-૨૦૨૬ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા ૩.૪૧ કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો ૪૬.૧૮ ટકા નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, આગસ્ટ-૨૦૨૬ દરમિયાન જિયોએ ૨.૧૧ લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધારવામાં જિયો ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
આગસ્ટ-૨૦૨૬માં ગુજરાતમાં જિયોનો વીએલઆર રેશિયો ૧૦૧.૩૫ ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે ૩.૪૫ કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે,૧૦૦ ટકાથી વધુ ફન્ઇ રેશિયો માન્ય છે. તેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ પ્રથમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે. આૅગસ્ટ-૨૦૨૬ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર ૯.૪૩ લાખ થયો છે, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં ૪૯.૮૧ ટકા હિસ્સો ધરાવે છે. આૅગસ્ટ-૨૦૨૬ દરમિયાન જિયોએ ૬,૯૯૩ નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યાં હતા આ સાથે આ ક્ષેત્રમાં પણ નવા જોડાણો ઉમેરવામાં જિયોએ ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.