પાટણમાં ૩૫ ટકા વરસાદની ઘટ સાથે ચોમાસાની વિદાય, વરસાદ ઓછો પડતાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોએ માંગણી કરી

આ વર્ષે પાટણ જિલ્લામાંથી ચોમાસુ ૩૫ ટકાની ઘટ સાથે વિદાય લઈ રહૃાું છે. ગુજરાતભરમાં આ વર્ષનું ચોમાસુ નબળું રહૃાું છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ વરસાદ ઓછો પડવાના કારણે ખેડૂતો માટે આ વર્ષ નિરાશાજનક રહૃાું છે. જિલ્લાને મોસમનો ૧૬ આની વરસાદૃ જોઈએ, તેની સામે ૩૫ ટકા વરસાદ ઓછો પડ્યો છે.આ વરસાદની ઘટની સીધી અસર ખરીફ પાક પર પડી છે. કેટલાક વિસ્તારોમાં પાણીના અભાવે પાક સુકાઈ ગયો છે, તો ક્યાંક પાકમાં રોગ આવ્યો છે અને પોષણક્ષમ પાણી ન મળતાં પાક મુરઝાઈને બળી ગયો છે.

પાટણ જિલ્લામાં ખરીફ સિઝનમાં મુખ્યત્વે એરંડા, બીટી કપાસ, કઠોળ, તેલીબીયા, ઘાસચારો અને અનાજ જેવા પાકોનું વાવેતર થતું હોય છે. ખેતીવાડી વિભાગના આંકડા મુજબ, ચાલુ વર્ષે પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ જિલ્લાના નવ તાલુકામાં કુલ ૩,૧૦,૧૧૦ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે.

તાલુકો વાવેતર (હેક્ટર)

ચાણસ્મા ૨૯,૪૭૮

હારીજ ૩૫,૯૨૮

પાટણ ૩૦,૩૧૯

રાધનપુર ૩૩,૩૬૦

સમી ૪૮,૮૭૩

સાંતલપુર ૪૨,૫૯૮

સરસ્વતી ૩૭,૬૭૪

શંખેશ્ર્વર ૩૭,૯૯૨

સિદ્ધપુર ૨૨,૧૦૦

કુલ ૩,૧૦,૧૧૦

પાકવાર વાવેતર

કઠોળ: કુલ ૯૮,૮૭૫ હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ વાવેતર અડદૃનું નોંધાયું છે.

તેલીબીયા: કુલ ૮૪,૫૧૪ હેક્ટરમાં વાવેતર થયું છે.

સૌથી વધુ એરંડાનું વાવેતર સાંતલપુર તાલુકામાં ૧૭,૪૭૦ હેક્ટરમાં થયું છે.

સૌથી ઓછું શંખેશ્ર્વર તાલુકામાં માત્ર ૨,૩૨૬ હેક્ટરમાં થયું છે.

અનાજ:

બાજરીનું ૨,૦૬૮ હેક્ટરમાં વાવેતર થયું છે.

જુવારનું ૨૪૨ હેક્ટરમાં વાવેતર થયું છે.

મગફળી: કુલ ૬,૩૭૩ હેક્ટરમાં વાવેતર થયું છે.

સૌથી વધુ સરસ્વતી તાલુકામાં ૧,૭૨૮ હેક્ટરમાં વાવેતર છે.

ચાણસ્મા અને શંખેશ્ર્વર તાલુકામાં ખેડૂતોએ મગફળી વાવવાનું જોખમ લીધું નથી, ત્યાં વાવેતર ઝીરો છે.

ઘાસચારો: ૧,૧૭,૨૮૦ હેક્ટરમાં વાવેતર થયું છે.

બીટી કપાસ: ૪૧,૦૫૮ હેક્ટરમાં વાવેતર થયું છે.

જો છેલ્લા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો વાવેતરની પેટર્ન ૩ લાખ હેક્ટરની આસપાસ જળવાઈ રહી છે.: વર્ષ વાવેતર (હેક્ટર): ૨૦૨૩ ૩,૧૦,૧૧૦,૨૦૨૪ ૩,૩૧,૧૨૫,૨૦૨૫ ૩,૩૩,૩૪૭

પાટણ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે પણ ચોમાસા આધારિત ખેતી થાય છે, જ્યાં ખેડૂતો પાસે બોરવેલ કે ટ્યુબવેલની સગવડ નથી. જોકે, હવે નર્મદૃાના પાણી અને પાઈપલાઈન દ્વારા ગામડાઓના ખેતરો સુધી પાણી પહોંચ્યું છે, જેનાથી થોડી રાહત છે. પરંતુ નહેરોમાંથી પાણી મેળવવા માટે ખેડૂતોએ ડીઝલ મશીન મૂકવું પડે છે, જેનો ખર્ચ વધી જાય છે. જે ખેડૂતો સક્ષમ છે અને જેમની પાસે ટ્યુબવેલ કે બોરવેલની વ્યવસ્થા છે, તેમના માટે ખેતી થોડી મદૃદૃ‚પ છે, પરંતુ ત્યાં વીજકાપની સમસ્યા અવરોધ‚પ બને છે. ખાસ કરીને જે નાના ખેડૂતો પાસે બે-ત્રણ વીઘા જમીન છે, તેમના માટે આ ચોમાસુ ખરીફ પાક નિષ્ફળ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદૃની ઘટ અને િંસચાઈની અપૂરતી સગવડના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડી રહૃાું છે. હાલની પરિસ્થિતિને જોતાં ખેડૂતોમાં આંશિક દૃુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહૃાા છે અને પાટણ જિલ્લામાં દૃુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠાવી રહૃાા છે. બીજી તરફ, જિલ્લા ખેતીવાડી અધિકારીનું કહેવું છે કે સરકારી ચોપડે અને તેમના ક્રાઈટેરિયા મુજબ સ્થિતિ હજુ બહુ વણસી નથી. ટૂંકમાં કહીએ તો, પાટણ જિલ્લામાં ખેતી બાબતે હાલ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહૃાો છે.