–રૂ.૧,૯૬૮ નુ ભાડું ચુકવ્યા બાદ પણ મુસાફરોને ધુતકાર્યા
સંજેલી-જામજોધપુર રૂટની એસ.ટી.બસમાં રિઝર્વેશન કરાવ્યા બાદ પણ ૬ મજુર મુસાફરોને બસમાં ન બેસાડવામાં આવતા કંડકટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
૨૮ સપ્ટે.એ ભંડોઈ ગામના મકવાણા વિજય સહિત ૬ મજુરોએ ભાયાવદર જવા માટે ઓનલાઈન ક્ધફર્મ રિઝર્વેશન કરાવ્યુ હતુ. સીટ નં.-૩૯/૪૦/૪૭/૪૮/૫૧ અને ૫૨ માટે કુલ .૧,૯૬૮/-ચુકવ્યા હતા. મુસાફરોના જણાવ્યા મુજબ સંજેલીથી રોજ સાંજે ૪.૩૦ વાગ્યે ઉપડતી બસ માટે તેઓ આશરે ૫ મિનીટ મોડા પડ્યા હતા. બસ નીકળી જતાં એક મુસાફરે બાઈકથી પીછો કરીને બસ સ્ટેન્ડથી આશરે અડધો કિ.મી.દુર પંપ પાસે અટકાવી હતી. રિઝર્વેશનની ટિકીટો બતાવી અને અન્ય ૫ મુસાફરો પાછળથી આવી રહ્યા હોવાનુ જણાવ્યુ હોવા છતાં કંડકટરે મુસાફરોને બસમાં બેસાડ્યા નહિ અને ટિકીટો પરત આપી બસ રવાના કરી દીધી હોવાનો આક્ષેપ છે. બાદમાં વેપારી જયેશભાઈએ ભાયાવદર ડેપો મેનેજને જાણ કરી હતી. ડેપો મેનેજરે તપાસ કરાવી મુસાફરોની આગળની વ્યવસ્થા અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનુ જાણવા મળ્યુ છે. સમગ્ર ધટનાને પગલે ગરીબ મજુર મુસાફરોનો રોજગારનો દિવસ બગડ્યો હતો. એસ.ટી.ની. ‘સલામત સવારી બસ અમારી’ સેવાના દાવાઓ વચ્ચે રિઝર્વેશન ધરાવતા મુસાફરો સાથે બનેલી ધટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.