જાંબુઆ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ધારાસભ્ય અને જિલ્લા ઉપપ્રમુખ દ્વારા સમીક્ષા મુલાકાત

આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાંબુઆ ખાતે માનનીય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયારની વિશેષ ઉપસ્થિતિમાં એક અગત્યની મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ મુલાકાત દરમિયાન તાલુકા પ્રમુખ  નીલાબેન દેહધા, જિલ્લા મહામંત્રી  મુકેશભાઈ લબાના, વિવિધ તાલુકા સભ્યો તથા સ્થાનિક સરપંચઓ મેડિકલ ઓફિસર Dr Rumika panchal પંચાલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતી તમામ કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ધારાસભ્ય  સુચના આપવામાં આવી હતી કે ગામમાં જે પણ નાગરિકોના PMJAY (આયુષ્માન) કાર્ડ કાઢવાના બાકી હોય તેવા તમામ લાભાર્થીઓની શોધખોળ કરી વહેલી તકે તેમના કાર્ડ નીકળી જાય તેવી કામગીરી હાથ ધરવી.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ અમલીયાર તથા અન્ય આગેવાનોએ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવેલા દર્દીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. આ સાથે જ આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સાધન-સામગ્રી અને દવાઓની ઉપલબ્ધતા અંગે પણ પૂછપરછ કરી હતી.

અંતમાં, ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા ગ્રામજનોને સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.