ગોધરા સારંગપુર ગામે નદીમાં મચ્છી મારવા ગયેલ ૪૫ વર્ષીય વ્યકિતું ડુબી જતાં મોત

ગોધરા તાલુકાના ભાટડીના ધોડા સારંગપુર ગામે નદીમાં ૪૫ વર્ષીય વ્યકિત મચ્છી પકડવા માટે ગયો હતો. તે દરમિયાન ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું છે.

ગોધરા તાલુકાના ભાટડીના ધોડા સારંગપુર ગામે રહેતા વિક્રમસિંહ ભગવાનસિંહ જાદવ જે નદીમાં મચ્છી પકડવા ગયેલ હતો. દરમિયાન નદીના પાણીમાં ડુબી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મકથે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.