દાહોદ ખાતે યોજાયો ગૌરવપૂર્ણ સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ શહિદ થયેલા વીર સૈનિકોનું સાલ ઓઢાડી કરાયું ભાવભીનું સન્માન

નિવસી અધિક કલેકટર જે.એમ.રાવલે નિવૃત્ત સૈનિકોની અપ્રતિમ રાષ્ટ્રસેવાને બિરદાવી.

કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દાહોદ સ્થિત કલેકટર કચેરી દાહોદ ખાતે માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરનાર દેશના વીર જવાનોની કદર કરવાના અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના ઉદ્દેશ્યથી સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહ દરમિયાન દેશની સશસ્ત્ર સેનાઓમાં ઉત્કૃષ્ઠ સેવા આપી શહીદ થયેલા વીર સૈનિકોનાં પરિવારજનોને નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલએ સાલ ઓઢાડીને તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. દેશ સેવા કાજે જીલ્લાના આ સૈનિકોએ આપેલા અતુલ્ય યોગદાનને ઉપસ્થિત સૌ કોઈએ કરતલ ધ્વનિથી વધાવી લીધું હતું.

કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલે શહીદ થયેલા સૈનિકોની અપ્રતિમ રાષ્ટ્રસેવાને બિરદાવી હતી.

આ પ્રસંગે જીલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જીલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભી, સહિત માજી સૈનિકો સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.