પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી જય શુકલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. ભરત ગઢવી, જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક સહિતનાઓ હાથમાં ઝાડુ લઈ સાફ-સફાઈ કરી સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક સરાહનીય પ્રયાસ કર્યો હતો.
શહેરામાં ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત કચેરી, એસ.ટી. બસ સ્ટેશન તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.અધિકારીઓ અને પદાધિકારીઓ એ હાથમાં ઝાડુ લઈ સાફ-સફાઈ કરી સમાજમાં સ્વચ્છતાનો વિશેષ જનજાગૃતિ સંદેશો આપ્યો હતો.
શહેરા સહિત સમગ્ર જીલ્લામાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય બાપુની તસ્વીર ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. તાલુકા સેવા સદન, તાલુકા પંચાયત કચેરી, બસ સ્ટેશન તેમજ જાહેર સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ડો. એમ.કે. ડોડીયા, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, તાલુકા વિકાસ અધિકારી જય શુકલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવી,જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, ભાજપના શહેરા નગર પ્રભારી મુકેશભાઈ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી અને કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી સહિત નગરપાલિકાના સભ્યો, એસ.ટી. વિભાગના સ્ટાફ અને વિવિધ કચેરીના કર્મચારીઓએ જાતે સાફ-સફાઈ કરી સમાજમાં સ્વચ્છતાનો જનજાગૃતિ સંદેશો આપ્યો હતો.