
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા કદવાલ તાલુકાના બાર ગામે ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ અને આંગણવાડી આંગણ ઉત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણ ઉત્સવ ઉજવાયો હતો. બાર પ્રાથમિક શાળાની બહાર મેદાનમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
વન વિભાગના એસ.એસ. બારીયાએ મહેમાનોનું સ્વાગત કર્યું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ અધૂરા કામો પૂરા કરવા સરપંચોને અપીલ કરી. મામલતદારે વૃક્ષોનું જતન કરવાની અને ઓક્સિજન જાળવી રાખવાની વાત કરી.
આંગણવાડી કાર્યકર બંસીએ પોષણયુક્ત આહાર વિશે માહિતી આપી. મહેમાનો દ્વારા પ્રમાણપત્રો અને પોષણયુક્ત આહારના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.