મહીસાગર પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનના લૂંટ અને ધાડના ગુનામાં છેલ્લા ૨૨ વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાથી થઈ.
પેરોલ-ફર્લો શાખાના પીએસઆઈ બી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ટીમને વર્ષ ૨૦૦૪ના લૂંટ અને ધાડના ગુનામાં ફરાર આરોપી અંગે બાતમી મળી. આરોપી મધ્યપ્રદેશના બાલવાસા ગામમાં પોતાના ઘરે આવ્યો હોવાની માહિતી હતી.
બાતમી મળતા પેરોલ-ફર્લો શાખાની ટીમ બાલવાસા ગામ પહોંચી. પોલીસે મોડી રાત્રે આરોપીના ઘર આસપાસ વોચ ગોઠવી. ૫૦ વર્ષીય આરોપી રેવાન ઉર્ફે રોહનભાઈ ચારેલ ઘરની બહાર સૂતેલો મળ્યો.
પોલીસે પૂછપરછ કરી ઓળખની ખરાઈ બાદ આરોપીને પકડ્યો. સ્થાનિક હરિનગર પોલીસ ચોકીમાં નોંધ કરાવી તેને સંતરામપુર પોલીસને સોંપ્યો. આરોપી વિરૂદ્ધ ઈંઙઈ કલમ ૩૯૫, ૩૯૭અને આર્મ્સ એક્ટની કલમ ૨૫(સી) હેઠળ ગુનો નોંધાયેલો છે.