શહેરા તાલુકામાં ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારીની લાલ આંખ : દરોડામાં જેસીબી અને ટ્રેક્ટરો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી

-મોર ઊંડારા, ડેમલી અને ઝોઝ પાટિયા પાસે પ્રાંત અધિકારી ની કડક કાર્યવાહી: એક જેસીબી અને ૭ ટ્રેક્ટર પકડાયા.

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરવા માટે ખનીજ માફિયાઓ દ્વારા મોટાપાયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પકડાવાનો કે ઓળખાવાનો ડર ન રહે. આ બાબત અત્યંત ગંભીર હોય, માત્ર મહેસૂલ તંત્ર જ નહીં પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ નંબર વગરના આ વાહનો સામે ગંભીરતા દાખવીને દાખલા‚પ અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

શહેરા તાલુકામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને લાલ આંખ કરવામાં આવી છે. પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમે મોર ઊંડારા ગામે દરોડો પાડીને ખાનગી સર્વે નંબરની જમીનમાંથી એક જેસીબી તેમજ ટ્રેક્ટર સહિતના વાહનો પકડી પાડ્યા હતા, જ્યારે ડેમલી અને ઝોઝ પાટિયા પાસે પસાર થતા રસ્તા પરથી ગેરકાયદે રેતી ભરેલા બે ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. પ્રાંત અધિકારી ની કાર્યવાહી દરમિયાન એક જેસીબી તેમજ સાત ટ્રેકટરો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

શહેરા પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમને મળેલ બાતમીના આધારે મોર ઊંડારા ગામના એક ખાનગી સર્વે નંબરની જમીનમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સ્થળ પરથી બિનઅધિકૃત રેતીનો સ્ટોક મળી આવ્યો હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ૧ જેસીબી અને ૨ રેતી ભરેલા ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન આ જ ગામ તરફના રસ્તા ઉપર રેતી ખાલી કરેલ ૨ ટ્રેક્ટરને પણ ટીમે પકડી પાડ્યા હતા.આ કાર્યવાહી દરમિયાન એક ટ્રેક્ટર ચાલક વાહન લઈને ભાગી છૂટ્યો હતો, પરંતુ પોલીસ તંત્ર દ્વારા ભાગી ગયેલા ટ્રેક્ટરને પણ ઝડપી લઈને તાલુકા સેવા સદન કચેરી ખાતે મૂકવામાં આવ્યું હતું.પ્રાંત કચેરી દ્વારા જેસીબી સહિતના તમામ વાહનોને સીઝ કરીને જ‚રી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઉપરાંત, પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન ડેમલી તરફના રસ્તા પરથી તેમજ ઝોઝ પાટિયા પાસેથી પસાર થતા હાઈવે પરથી ગેરકાયદે રેતી ભરીને જતા વધુ ૨ ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા હતા અને નિયમ મુજબ દંડનીય કાર્યવાહી શ‚ કરવામાં આવી હતી.ગેરકાયદે ખનીજની હેરાફેરી કરવા માટે ખનીજ માફિયાઓ દ્વારા મોટાપાયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી પકડાવાનો કે ઓળખાવાનો ડર ન રહે. આ બાબત અત્યંત ગંભીર હોય, માત્ર મહેસૂલ તંત્ર જ નહીં પરંતુ પોલીસ તંત્ર દ્વારા પણ નંબર વગરના આ વાહનો સામે ગંભીરતા દાખવીને દાખલા‚પ અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી અને હેરાફેરી કરતા ખનીજ માફિયાઓ દ્વારા હવે એક નવી કૂટનીતિ અપનાવવામાં આવી રહી છે. મોટાભાગના ખનીજ ચોરો પોતાના ટ્રેક્ટર કે ડમ્પર પર નંબર પ્લેટ જ લગાવતા નથી અથવા નંબર ભુંસી નાખે છે, જેથી કોઈ અકસ્માત સર્જાય કે દરોડો પડે ત્યારે વાહનની કે તેના માલિકની ઓળખ થઈ શકે નહીં.નંબર પ્લેટ વગર વાહનો જાહેર રસ્તાઓ પર અને હાઈવે પર બેફામ દોડી રહ્યા હોવા છતાં સ્થાનિક પોલીસ અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા યોગ્ય ચેકિંગ કરવામાં આવતું નથી. ત્યારે આ સામે કાર્યવાહી કરવા જવાબદાર તંત્ર શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.