હાલોલના પ્રતાપપુરામાં ઇન્ડિયન બોરેક્સ કંપનીમાં કામ કરતા કામદાર પાણી પીવા ગયા બાદ મોત

પંચમહાલના હાલોલ તાલુકાના પ્રતાપુરામાં આવેલી ઇન્ડિયન બોરેક્સ લિમિટેડ કંપનીમાં એક યુવાનનું નાઇટ શિફ્ટ દરમિયાન મોત થયું છે. કાલોલના પાંધરદેવી ગામના ૨૭ વર્ષીય રવિકુમાર વિઠ્ઠલભાઈ પરમાર ૩૦ સપ્ટેમ્બરની રાત્રે નોકરી પર ગયા હતા.

૧ ઓક્ટોબરની વહેલી સવારે ૨:૪૫ વાગ્યે રવિકુમાર કંપનીમાં પાણી પીવા કુલર પાસે ગયા હતા. પાણી પીધા બાદ પરત ફરતી વખતે તેમને અચાનક ચક્કર આવ્યા અને તેઓ નીચે ઢળી પડ્યા.

કંપનીના લોકોએ તેમને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે સવારે ૩ વાગ્યે રવિકુમારને મૃત જાહેર કર્યા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પી.એમ. રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. રવિકુમારના નાના ભાઈ નિલેશભાઈ પરમાર સહિત પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે કંપની પાસેથી યોગ્ય વળતરની માંગ કરી છે. પોલીસે ઇગજજ કલમ ૧૯૪ હેઠળ તપાસ શ‚ કરી છે.