કદવાલ ગ્રામ સભામાં સબ સેન્ટર અને આંગણવાડીની માંગ

આજરોજ ૨ ઓક્ટોબર, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કદવાલ જૂથ ગ્રામ પંચાયત ખાતે ગ્રામ સભા યોજાઈ. ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને અનેક પ્રશ્નો રજૂ કર્યા.

જીલ્લા રમતગમત અધિકારીએ રમતગમત વિશે માહિતી આપી. આંગણવાડી કાર્યકરોએ પણ પ્રશ્નો રજૂ કરી ઝડપી નિરાકરણ લાવવા વિનંતી કરી. આરોગ્ય વિભાગના કર્મચારીએ સબ સેન્ટર માટે દસ વર્ષથી પડતર માંગણી જણાવી.

તેમણે જમીન ફાળવી સબ સેન્ટર બનાવવાની અપીલ કરી. સિંગાપુરા ગામે આંગણવાડી કેન્દ્ર માટે જગ્યા ન હોવા છતાં ૨ લાખની ગ્રાન્ટ પડી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો.

આ ઉપરાંત, આઝાદીની લડતમાં શહીદ થયેલા ગુજરાતના પ્રથમ લડવૈયા ‚પસિંહભાઈ નાયકની યાદમાં કદવાલ ગામની મુખ્ય ચોકડી પર તેમનું સ્ટેચ્યુ બનાવવાની પણ માંગ થઈ.