કવાંટના મોટી સાંકળ ગામે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત

કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરાયું.પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત થયું. આ નવું પંચાયત ઘર ૨૦ લાખ રૂપિયાના ખર્ચે બનશે.

આ પ્રસંગે કવાંટ જીલ્લા પંચાયત સદસ્ય યશવંતભાઈ ચૌહાણ, કવાંટ ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઈ પંચાલ હાજર રહ્યા હતા. તેમની સાથે જીલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, મોટી સાંકળ ગામના સરપંચ અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.ગ્રામજનોએ આશા વ્યક્ત કરી કે નવા પંચાયત ભવનથી ગામના વહીવટી કામો વધુ સરળ બનશે.