
કદવાલ તાલુકાના કદવાલ ગામે સાર્વજનિક નવરાત્રી મહોત્સવની પૂર્વ તૈયારી પે આજે માતાજીના થંભની સ્થાપના કરવામાં આવી. ઘણા વર્ષોથી આ ઉત્સવ ઉજવાય છે, જેનો આજે શુભારંભ થયો.
આ નવરાત્રી ઉત્સવ ગામના મુખ્ય બજારમાં ચોકડી ઉપર થાય છે. વિકાસ ટ્રસ્ટ કદવાલ, ગામના આગેવાનો અને યુવાન મિત્રો ભેગા મળીને તેનું આયોજન કરે છે.
આખા કદવાલ ગામમાં એક જ જગ્યાએ નવરાત્રી ઉત્સવ ઉજવાતો હોવાથી, આસપાસના ગામોમાંથી પણ લોકો રમવા અને જોવા માટે આવે છે.