શહેરા ના મીઠાલી ગામની આગણવાડી કેન્દ્ર ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી કરાઈ

શહેરા ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મીઠાલી ગામની આંગણવાડી ખાતે “આંગણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોને રમકડાં, પૂરક અન્ન અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહીરના માર્ગદર્શન હેઠળવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી ‚પે ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તાલુકાના મીઠાલી ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે “આંગણ ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણી દરમિયાન આંગણવાડી કેન્દ્રની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકો તથા મહિલાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અને સેવાઓની સરાહના કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો. મુકેશભાઈ પરમાર, તાલુકા ભાજપ કોષાધ્યક્ષ કમલેશ ચારણ તેમજ ગામના સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભૂલકાંઓના માનસિક અને શારીરિક વિકાસ માટે શૈક્ષણિક રમકડાંનું વિતરણ, પોષણ સ્તર સુધારવા માટે પૂરક અન્ન વિતરણ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાર્યકરો અને બાળકોને પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને ભૂલકાંઓની બહોળી ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.