મહિસાગર જીલ્લા નાયક કલેકટર એ જીલ્લાના ત્રણ સ્થળની તપાસમાં ૧૩ મિલ્કતમાં સ્ટેમ્પ ડયુટીમાં ગેરરીતિ સામે આવતાં રૂ.૨૯.૭૪ લાખ વસુલાતની કાર્યવાહી હાથ ધરાઈ

મહિસાગર જીલ્લાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા દ્વારા સરકારને મળવાપાત્ર સ્ટેમ્૫ ડયુટીની સં૫ૂર્ણ વસુલાત સુનિશ્ર્ચિત કરવા તેમજ મિલ્કતોના નોંધાયેલા દસ્તાવેજોમાં દર્શાવેલી વિગતો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતી વચ્ચે વિસંગતા રહી ન જાય તે માટે સ્ટેમ્પ ડયુટીની આકસ્મિક સ્થળ તપાસ અને દસ્તાવેજોના ચકાસણીની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેમાં બાલાસીનોર તાલુકા સોમનાથ ડેવલોપર્સની એક મિલ્કત તેમજ માધવ ઈન્ફ્ાસ્ટકચરના ૯ વેચાણ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી હતી. મળી કુલ મહિસાગર જીલ્લાના ૧૨ વેચાણ દસ્તાવેજમાં તપાસ કરતાં રૂ.૨૯,૭૪,૨૭૩/-ની સ્ટેમ્૫ ડયુટી દંડ સહિત વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહિસાગર જીલ્લાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા દ્વારા સરકારને મળવાપાત્ર સ્ટેમ્પ ડયુટીની સર્ં૫ૂણ વસુલાત સુનિશ્ર્ચિત કરવા તેમજ મિલ્કતોના નોંેધાયેલા દર્શાવેલી વિગતો સ્થળ પરની વાસ્તવિક સ્થિતી વચ્ચે વિસંગતા રહી ન જાય તે માટે સ્ટેમ્પ ડયુટીની આકસ્મિક સ્થળ તપાસ અને દસ્તાવેજોની ચકાસણી સઘન બનાવવામાં આવી છે. તે અંતર્ગત નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા બાલાસીનોર તાલુકા સોમનાથ સોસાયટી, માધવ ઈન્ફ્ાસ્ટકચર અને લુણાવાડા તાલુકાના વ્રજ વિહાર રૂબરૂ સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દસ્તાવેજોમાં ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવવવામાં આવી હતી. જ્યારે સ્થળ તપાસમાં બે માળના આર.સી.સી. બાંધકામો તથા દુકાનોના બાંધકામો અસ્તિત્વમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ આધારે સંબંધિત દસ્તાવેજોની બજાર કિંમત તથા લાગુ પડતી સ્ટેમ્૫ ડયુટીની ચોરી અંગે પૂન: ગણતરી કરવામાં આવી હતી.

જેમાં બાલાસીનોર સોમનાથ સોસાયટીના પ્લોટ નંબર-૧૩, ખુટતી સ્ટેમ્પ ડયુટી રૂ.૪૮,૯૮૦/-, માધવ ઈન્ફ્રાસ્ટકચરના ૯ વેચાણ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. રૂ.૨૦,૫૯,૭૮૩/- લુણાવાડા તાલુકાના જેસીંગપુરા વ્રજ વિહાર પ્લોટ નં.૨૯ અને પ્લોટ નં.૧૪માં રૂ.૫,૬૫,૫૧૦/-ની સ્ટેમ્૫ ડયુટી તથા સંલગ્ન દંડની રકમ સહિત મહિસાગર જીલ્લાના ત્રણ સ્થળેથી રૂ.૨૯,૭૪,૨૭૩/-ની સ્ટેમ્૫ ડયુટીની ગેરરીતિ ઝડપી પાડી વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮ તથા સંબંધિત નિયમોની જોગવાઈઓ મુજબ મિલકતના દસ્તાવેજોમાં મિલકતની સાચી અને સંપૂર્ણ વિગતો દર્શાવવી તથા લાગુ પડતી યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી ભરવી ફરજીયાત છે. સ્થળ તપાસ દરમિયાન દસ્તાવેજમાં દર્શાવાયેલી વિગતો અને વાસ્તવિક સ્થિતિમાં તફાવત જણાય ત્યારે બજાર કિંમતની પુન:ચકાસણી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી તથા કાયદેસર દંડની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે છે.

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, મિલકતની વાસ્તવિક સ્થિતિ છુપાવીને અથવા મિલકતની અપૂર્ણ/ખોટી વિગતો દર્શાવી સ્ટેમ્પ ડ્યુટીમાં ગેરરીતિ કરવાનો કોઈપણ પ્રયાસ ચલાવી લેવામાં આવશે નહીં. નોંધાયેલા દસ્તાવેજોની સ્થળ પર ચકાસણી, દસ્તાવેજમાં દર્શાવાયેલી વિગતો અને વાસ્તવિક સ્થિતિની તુલના તથા બજાર કિંમતના આધારે સ્ટેમ્પ ડ્યુટીની ચકાસણીની કામગીરી આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે.

મહીસાગર જીલ્લામાં સરકારને મળવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની સંપૂર્ણ વસૂલાત સુનિશ્ચિત કરવા તથા સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ અટકાવવા આવી આકસ્મિક તપાસો સતત ચાલુ રાખવામાં આવશે. :- એચ.ટી.મકવાણા, નાયબ કલેકટર, મહિસાગર.