ગોધરા રહેમતનગર મેશરી નદીના ધસમાં ગૌવંશનું કટીંગ કરાયેલ ૧૨૪ કિલો માંસ સાથે એક આરોપી ઝડપ્યો

ગોધરા શહેર રહેમતનગર મેશરી નદીની ધસમાં ઝાડીઓમાં આરોપીઓએ કોઈક સ્થળેથી ગાયો લાવી કટીંગ કરેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન કટીંગ કરેલ ગાય અને મટનનો જથ્થો ૧૨૪ કિલો, મોટર સાયકલ સહિત રૂ.૧,૦૬,૦૨૦/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગોધરા શહેર રહેમતનગર મેશરી નદીની ધસમાં ઝાડીઓમાં આરોપીઓ અરરાદ અબ્દુલ રસીદ પોલા, અમન મહેબુબ અંધી, જુલ્ફીકાર યુસુફ ટીલડી સહિત અન્ય બે ઈસમો ભેગા મળી કોઈક જગ્યાએથી ગાયો લાવી કટીંગ કરેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અડધુ ગળું કટીંૅગ કરેલ ગાય કિંમત રૂ.૨૦,૦૦૦/- તથા માંસનો જથ્થો ૧૨૪ કિલો રૂ.૨૪,૮૦૦/-તથા વજન કાંટો પ્લસર બાઈક, કિંમત રૂ.૪૦,૦૦૦/-, મોબાઈલ ફોન-૧ રૂ.૨૦,૦૦૦/-મળી કુલ રૂ.૧,૦૬,૦૨૦/-ના મુદ્દામાલ સાથે આરોપી અરશદ અબદુલ રસીફ પોલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે ચાર ઈસમો પોલીસની રેઈડ દરમિયાન નાશી છુટીયા હતા. આ બાબતે ગોધરા બી ડીવીજન પોલીસ મથકે પશુ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.