
ગુજરાતના જામનગર શહેરમાંથી બોલિવૂડ ફિલ્મ ‘શ્યમની વાર્તાને પણ ટક્કર આપે તેવી એક દયકંપાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા બે વર્ષથી ગુમ થયેલા જીગ્નેશ માવદિયા નામના યુવકની તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને અતિ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો પર્દૃાફાશ થયો છે. પરિવારને સતત બે વર્ષ સુધી જીગ્નેશ ઓસ્ટ્રેલિયામાં હોવાની ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દૃોરવામાં આવ્યો હતો. પોલીસે હાલ એફએસએલની ટીમની મદદ લઈને જે જગ્યાએ લાશ ડાટી હતી ત્યાં ખોદકામ હાથ ધર્યું હતું.
મૃતક જીગ્નેશ માવદિયાના ભાઈ અશોક માવદિયાએ જામનગરના પંચ ’બી’ પોલીસ સ્ટેશનમાં ભાઈ ગુમ થયા અંગે અને તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરતી અરજી કરી હતી. પરિવારજનો અત્યાર સુધી એ જ ભ્રમમાં હતા કે જીગ્નેશ વિદૃેશમાં સ્થાયી થયો છે. પરંતુ, તાજેતરમાં પરિવારનો જ એક અન્ય સભ્ય ઓસ્ટ્રેલિયા જવાનો હોવાથી તેમણે જીગ્નેશનું સ્થાનિક સરનામું અને સંપર્ક નંબર માગ્યો હતો. પત્ની કોઈ સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી, જેનાથી પરિવારને શંકા ગઈ હતી. સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચતા અને કાનૂની કાર્યવાહીનો ડર લાગતા આખરે પત્ની પૃથ્વી ભાંગી પડી હતી અને તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ પત્ની પૃથ્વીના લગ્ન પહેલાંથી જ નીલેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. લગ્ન બાદૃ પણ બંને વચ્ચે આ અફેર ચાલુ જ રહૃાું હતું. પતિને રસ્તામાંથી હટાવવા માટે બંનેએ કાવતરું ઘડ્યું હતું. તેમણે જીગ્નેશના દૃાના ગ્લાસમાં ઘાતક સાયનાઇડ ભેળવીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ ગુનો છુપાવવા માટે આરોપીઓએ દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એક કારખાનામાં આશરે ૧૨ ફૂટ ઊંડો ખાડો ખોદી મૃતદૃેહને દૃાટી દીધો હતો.
લાલપુરના એએસપી પ્રતીભાએ જણાવ્યું હતું કે અરજીના આધારે શંકાસ્પદૃ પત્નીની પૂછપરછ કરાતાં આખી ઘટના પરથી પડદૃો ઊંચકાયો છે. હાલ પંચ ’બી’ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની નિશાનદૃેહી મુજબ દરેડ જીઆઇડીસી ખાતે ખાડામાંથી મૃતદૃેહના અવશેષો બહાર કાઢવા ખોદૃકામ શ કરવામાં આવ્યું છે.
શાંત ગણાતા જામનગર શહેરમાં આ પ્રકારના ચકચારભર્યા ષડયંત્રના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. હાલ પોલીસ આગળની ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ ચલાવી રહી છે.