સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદૃાનમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિૃવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ડ્રામા અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. ૧૫ એપ્રિલની બપોર સુધીમાં અનેક બેઠકો પર ઉમેદૃવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકીય સમીકરણો રાતોરાત બદૃલાઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદૃમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સામ-દૃામ-દૃંડ-ભેદૃની તમામ નીતિઓ અજમાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહૃાું છે.
વડોદૃરા કોંગ્રેસ માટે આજનો દિૃવસ પડતીનો રહૃાો છે. કનુ પ્રજાપતિ બાદૃ હવે વોર્ડ-૨ના ઉમેદૃવાર ભૂમિ પ્રજાપતિએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મ પાછું ખેંચવા આવેલા ઉમેદૃવાર સામે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો અને આક્રોશમાં કાર્યકરોએ ઉમેદૃવારની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ડભોઈ બેઠક પર ફોર્મ ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદૃાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.
બનાસકાંઠાના પાલનપુરમાં સૌથી વધુ ચોંકાવનારી ઘટના બની છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૧ના કોંગ્રેસના મહિલા ઉમેદૃવાર આરતીબેન ઠાકોરને ફોર્મ ખેંચતા રોકવા માટે કોંગ્રેસના નેતાઓ પ્રાંત કચેરીએ પહેરો ભરી રહૃાા હતા. આમ છતાં, ભાજપના આગેવાનોએ કોંગ્રેસની નજર સામે જ મહિલા ઉમેદૃવારને મોઢે દૃુપટ્ટો બંધાવી અજાણ્યા શખ્સની જેમ કચેરીમાં લાવી ફોર્મ પરત ખેંચાવી લીધું હતું. આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
સુરત કલેક્ટર કચેરીમાં પણ સ્થિતિ તંગ જોવા મળી હતી. ભાજપ દ્વારા સરકારી તંત્રનો દૃુરુપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો અને શહેર પ્રમુખે હંગામો કર્યો હતો. કલેક્ટર કચેરીમાં અંદૃર જવા બાબતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે જોરદૃાર બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોએ પોલીસકર્મીના શર્ટ ખેંચી તેમને ધક્કા માર્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદૃ થયા છે.
માત્ર વડોદૃરા કે પાલનપુર જ નહીં, પણ તાપી, અમદૃાવાદૃ, સુરત અને રાજકોટમાં પણ અનેક કોંગ્રેસ અને આમ આદૃમી પાર્ટીના ઉમેદૃવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દૃુરુપયોગ કરીને અને ડરાવી-ધમકાવીને ઉમેદૃવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે. પોતાના ઉમેદૃવારોને પક્ષાંતરથી બચાવવા માટે કોંગ્રેસે અનેક નેતાઓને ગુપ્ત સ્થળે ખસેડવાની રણનીતિ પણ અપનાવી હતી, છતાં અંતિમ દિૃવસે ભાજપના ’રાજકીય કાવાદૃાવા’ સામે કોંગ્રેસના કિલ્લામાં ગાબડાં પડતા દૃેખાઈ રહૃાા છે. હવે ૨૬ એપ્રિલે મતદૃાન અને ત્યારબાદૃ પરિણામો જ સ્પષ્ટ કરશે કે આ ખેંચતાણ કોના પક્ષમાં રહે છે.