દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલી ખાનગી ટચ ધ લાઈટ ઈંગ્લીશ અને ગુજરાતી મીડિયમ સ્કુલમાં સરકારી શાળાઓ માટે ફળવાતા વિનામુલ્યે સાહિત્ય અને શૈક્ષણિક સામગ્રીનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ થયો છે. ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ માટેના સાધનો ખાનગી શાળાના વર્ગખંડોમાં વપરાતા હોવાની ચોકકસ બાતમી મળતા આપના નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક ઉમેદવારોએ ત્વરિત કાર્યવાહી કરી પોલીસ તેમજ શિક્ષણ વિભાગને જાણ કરી હતી.
ધટનાની ગંભીરતા જોઈ તાલુકા શિક્ષણ વિભાગની ટીમે શાળા પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જ્ઞાનદુત યોજના હેઠળ સરકારી શાળાઓ માટે મળેલા ૪ સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારતની કિટો, સમગ્ર શિક્ષા અભિયાનની કિટો તથા સરકારી પુસ્તકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ધટનાની ફતેપુરા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચ્યો છે. સ્થળ પર પહોંચેલી શિક્ષણ વિભાગની ટીમે પંચોની બમાં તમામ સરકારી સામાન અલગ તારવીને શાળાના જ એક મમાં સીલ કરી દીધો છે. આ સમગ્ર કોૈભાંડનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી વડી કચેરી ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. ગરીબ બાળકોના હકનુ સરકારી સાહિત્ય ખાનગી શાળા સુધી કેવી રીતે પહોંચ્યુ અને આમા કયા અધિકારીઓ કે વચેટિયાઓની ભાગીદારી છે તે દિશામાં હવે તંત્ર દ્વારા તપાસ કરાઈ છે.