
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) જે.કે. પરમારે આજે સંખેડા તાલુકાની બહાદરપુર કુમાર અને કન્યા પ્રાથમિક શાળાઓની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન DPEO પરમારે બંને શાળાઓના વર્ગખંડો, વિદ્યાર્થીઓની હાજરી, શૈક્ષણિક કાર્ય, મધ્યાહન ભોજન યોજના, સ્વચ્છતા અને પીવાના પાણી સહિતની ભૌતિક સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.

તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના વાંચન, લેખન અને ગણન કૌશલ્યની ચકાસણી કરી હતી. બાળકોને અભ્યાસમાં વધુ રસ પડે અને શાળામાં નિયમિત હાજરી રહે તે માટે શિક્ષકોને જરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી.
આ ઉપરાંત, DPEO પરમારે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાળા વ્યવસ્થાપન અને સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે પણ સમીક્ષા હાથ ધરી હતી. આ મુલાકાત પ્રસંગે બંને શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.