શહેરામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગનાર અને મારામારી કરવાના ગુનામાં ૩ આરોપીઓ જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપીઓએ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરાતા આરોપીઓના જામીન અરજી નામંજુર કરવામાં આવ્યા.
શહેરામાં પોલીસ મથકે આરોપીઓ રમીઝ ઈલ્યાસ શેખ, રમઝાન અસલમ શેખ, સકીલ બશીરભાઈ શેખ, મોહસીન અસલમ શેખ નાઓએ ભેગા મળી ફરિયાદીના ભાઈ માજીદખાન અજીતખાન પઠાણને લાકડીઓ વડે જાહેરમાં મારમારી ફેકચર ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પ્રેમપ્રકરણના ફોટા વાયરલ કરવાની ધમકી આપી અગાઉ ા.૨૫,૦૦૦/- લીધેલ હતા. બીજા પીયા ૨૫,૦૦૦/-ની માંગણી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી હતી. આ ગુનામાં આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપીઓ રમીઝ ઈલ્યાસ શેખ, રમઝાન અસલમ શેખ, મોહસીનભાઈ અસલમ શેખએ રેગ્યુલર જામીન અરજી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ એન.સી.રાવલની કોર્ટમાં દાખલ કરેલ હતી. આ કેશ પ્રિન્સીપાલ જજની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો કરતાં ત્રણ આરોપી અરજદારોની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.