આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર દે. બારિયા ખાતે મકાઈ અને સોયાબીનમાં પાક સંરક્ષણ અંગે એક દિવસીય ખેડૂત તાલીમ યોજાઈ

 આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકના આદિવાસી સંશોધન-વ-તાલીમ કેન્દ્ર (TRTC), દેવગઢ બારિયા ખાતે  “મકાઈ અને સોયાબીન પાકમાં પાક સંરક્ષણ” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આસપાસના વિવિધ ગામોમાંથી ૨૫ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન કેન્દ્રના વડા ડો. એસ. એસ. થોરાતે ખેડૂતોને પાક સંરક્ષણનું મહત્વ સમજાવી સંકલિત જીવાત નિયંત્રણ (ઈંઙખ) પદ્ધતિઓ અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડો. સી.જે. પટેલે મકાઈ અને સોયાબીનમાં આવતી મુખ્ય જીવાતો અને રોગોની ઓળખ તેમજ તેનાથી થતા નુકસાનના લક્ષણો વિશે ઉપસ્થિત ખેડૂતોને ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી.

આ ઉપરાંત, ડો. જી. કે. ભાભોરે પ્રાકૃતિક ખેતી આધારિત પાક સંરક્ષણ પદ્ધતિઓ અને વિવિધ કુદરતી ઉપચારો અંગે માર્ગદર્શન પૂ‚ં પાડ્યું હતું. તાલીમના વ્યવહા‚ ભાગ‚પે, બી.ટી.એમ. બારિયા બુધાભાઈ દ્વારા ખેડૂતો સમક્ષ પ્રાકૃતિક કીટનાશક “નીમાસ્ત્ર બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગેનું પ્રાયોગિક નિદર્શન (તળ નિદર્શન) કરવામાં આવ્યું હતું.

તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને પાકમાં આવતા રોગ-જીવાતની સમયસર ઓળખ કરી વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક પદ્ધતિથી નિયંત્રણ કરવા પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમના અંતે ખેડૂતોએ કૃષિ નિષ્ણાતો સાથે પ્રશ્નોત્તરી કરી પોતાની ખેતી વિષયક સમસ્યાઓનું સ્થળ પર જ સમાધાન મેળવ્યું હતું..