
૧૯ અને ૨૦ ઓગસ્ટ દરમિયાન બાલાસિનોર, વિરપુર, કડાણા અને લુણાવાડા પંથકમાં ફૂડ સેફ્ટી ટીમનું સઘન ચેકિંગ.
અખાદ્ય મંચુરિયન, રાઈસ, તેલ અને ચણા સહિતના જથ્થાનો સ્થળ પર નાશ; નિયમોના ઉલ્લંઘન બદલ ઈમ્પ્રુવમેન્ટ નોટિસો ફટકારાઈ.
કોઠા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે ફૂડ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જીલ્લામાં જી.બી.એસ. (GBS)ના શંકાસ્પદ કેસો ધ્યાને આવતાનાગરિકો તેમજ છાત્રાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્યની સુખાકારી અને ગુણવત્તાયુક્ત આહાર સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તારીખ ૧૯ અને ૨૦ ઓગસ્ટ દરમિયાન જીલ્લાભરમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ અભિયાન દરમિયાન વિવિધ છાત્રાલયો, શાળાઓ, હોટલો તેમજ વેપારી પેઢીઓની તપાસ કરી ક્ષતિઓ ધરાવતા સંચાલકોને નોટિસો ફટકારવામાં આવી હતી તેમજ અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

તારીખ ૧૯ ઓગસ્ટના રોજ હાથ ધરાયેલ ઝુંબેશ હેઠળ ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમ દ્વારા બાલાસિનોર અને વિરપુર તાલુકાના શૈક્ષણિક પરિસરો અને છાત્રાલયોની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બાલાસિનોર તાલુકાના જોરાપુર સ્થિત જય માતાજી કુમાર છાત્રાલય, જવાહર નવોદય વિદ્યાલય-ગુંથાલી, આદર્શ બક્ષી કુમાર છાત્રાલય-ગુંથેલી તેમજ સર્વોદય કુમાર અને ક્ધયા છાત્રાલય-બાલાસિનોરની મુલાકાત લેવાઈ હતી. ક્ધયા છાત્રાલયમાંથી અંદાજે ૪ કિલોગ્રામ બિન-ઉપયોગી/અખાદ્ય ગોળનો સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત છાત્રાલયમાં રસોડા તથા પીવાના ઉપયોગ માટે કૂવાનું પાણી વપરાતું હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક ધોરણે પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવા અને આર.ઓ. (છઘ) સિસ્ટમ લગાવવા માટે કડક સૂચના આપવામાં આવી હતી.

વિરપુર તાલુકામાં હાથ ધરાયેલી તપાસમાં બાલાસિનોર તાલુકા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળા-વિરપુર, સરદાર કુમાર છાત્રાલય (GBSપાસે), મીરાબાઈ ક્ધયા છાત્રાલય, ખેરોલી સ્થિત ડો. આંબેડકર બક્ષીપંચ કુમાર છાત્રાલય તેમજ પંતા સ્થિત ગોપાલ કુમાર છાત્રાલયની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન રસુલપુર સ્થિત જીગરકુમાર છાત્રાલય અને ખેરોલી છાત્રાલયને સ્વચ્છતાના માપદંડો જાળવવા અંગે સાફ-સફાઈની નોટિસ અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, વીરપુર મહિલા ઉત્કર્ષ મંડળ સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ ખાતેથી ૮ કિલોગ્રામ ચણાના બિનઆરોગ્યપ્રદ રો-મટીરીયલનો નાશ કરાયો હતો તેમજ ગુણવત્તા ચકાસણી અર્થે ૪ જેટલા કાચા માલના નમૂના (સેમ્પલ) લેબોરેટરી પૃથક્કરણ માટે લેવામાં આવ્યા હતા.
અભિયાનના બીજા દિવસે, તારીખ ૨૦ ઓગસ્ટના રોજ બાલાસિનોર તાલુકાના વડાદલા ખાતે આવેલી ખાનગી હોટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોટેલ ક્વાલિટી ઈન, હોટેલ આસોપાલવ અને હોટેલ સબરસની તપાસ કરાઈ હતી. નિયત માપદંડોના અભાવ બદલહોટેલ આસોપાલવ અને હોટેલ સબરસને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી હતી. સાથે જ હોટેલ સબરસમાંથી ૯ કિલો અખાદ્ય મંચુરિયન તથા ૪ કિલો બાસી/અખાદ્ય રાઈસ મળી આવતાં તેનો તુરંત જ નાશ કરાવાયો હતો.

આ ઉપરાંત જીલ્લામાં ફૂડ સેફ્ટી વાન (FSW) દ્વારા કડાણા તાલુકા ખાતે આવેલી ૧૩ જેટલી ખાદ્યચીજોની પેઢીઓ-દુકાનોનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ પેઢીઓમાંથી મુદતવીતી (Expired) અને અખાદ્ય જણાતો આશરે ૧૧ લીટર ખાદ્યતેલનો જથ્થો, અખાદ્ય ચટણી, ૨.૫ કિલોગ્રામ વજનના ૬ નમકીન પેકેટ તથા ૨૦૦ ગ્રામના ૮ ટૂટીફ્રૂટી પેકેટ જપ્ત કરી તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
જનજાગૃતિ અભિયાનના ભાગપે લુણાવાડા તાલુકાની કોઠા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ ‘ફૂડ સેફ્ટી એન્ડ હાઈજીન અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને શુદ્ધ, પૌષ્ટિક અને સ્વચ્છ આહારના મહત્વ તેમજ જંક ફૂડ અને અખાદ્ય ચીજોથી થતા નુકસાન અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂં પાડવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ જીલ્લામાં આ પ્રકારની સઘન તપાસ કામગીરી અવિરત ચાલુ રહેશે તેમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જણાવાયું છે.