
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ (ઓટોનોમસ)ના પ્રાણીશાસ્ત્ર વિભાગ અને ¡ LBALABએસોસિએશનના ખજ્ઞઞ અંતર્ગત તાજેતરમાં ‘”Serpentine Science: Advanced Insights into Venomous Snakes’ વિષય પર ઓનલાઈન વેબિનાર યોજાયો હતો
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ઘાંચી મોહમ્મદફૈઝલ મોહમ્મદઇકબાલે માત્ર ‘ઝેરી સાપ’ (ટયક્ષજ્ઞળજ્ઞીત જક્ષફસયત) ના વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આપણા વિસ્તારમાં જોવા મળતા મુખ્ય ઝેરી સાપની ચોક્કસ ઓળખ, તેમના ઝેરની અસરો, સર્પદંશ વખતે લેવાતી તાત્કાલિક તબીબી સારવાર (એન્ટી-વેનમ) અને ઝેરી સાપ અંગે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધાઓને વૈજ્ઞાનિક તથ્યો સાથે વિદ્યાર્થીઓને સમજાવી હતી.
કાર્યકારી આચાર્ય ડો. જી.જે. ખરાદીના માર્ગદર્શન અને પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. અંકિતકુમાર એન. ચૌહાણના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિભાગના તમામ સ્ટાફ મિત્રોનો સક્રિય સહયોગ રહ્યો હતો. આ ઓનલાઈન વેબિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને વન્યજીવ સંરક્ષણ વિશે અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.