૭૭મો વન મહોત્સવ-૨૦૨૬ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સંજેલી તાલુકાની માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી

માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, વાવેલા દરેક વૃક્ષની સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે- રાજ્યમંત્રી રમેશભાઈ કટારા.

માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, વાવેલા દરેક વૃક્ષની સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે- રાજ્યમંત્રી રમેશભાઈ કટારા.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના માંડલી આદિવાસી હાઈસ્કૂલ ખાતે વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકારના આયોજન હેઠળ તથા રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને ૭૭મા વન મહોત્સવ-૨૦૨૬ની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત ઢોલ-નગારાં અને શરણાઈના નાદ સાથે કંકુ-ચોખાના વધામણાથી રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાહોદ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરી વૃક્ષોનું માનવજીવન અને પર્યાવરણમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વૃક્ષારોપણને માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રાખી, વાવેલા વૃક્ષોના જતન અને સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી.

રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, વૃક્ષો માત્ર આપણી ધરતીની સુંદરતા નથી, પરંતુ આપણા જીવનનો આધાર છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, પર્યાવરણનું સંતુલન જાળવે છે, વરસાદી ચક્રને સુવ્યવસ્થિત રાખે છે અને અનેક પશુ-પક્ષીઓ માટે આશ્રયસ્થાન બને છે. આજના સમયમાં વધતું પ્રદૂષણ અને બદલાતું હવામાન આપણને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવાની પ્રેરણા આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ વાવેલા દરેક વૃક્ષની સંભાળ રાખવી એ આપણી સાચી જવાબદારી છે. ખાસ કરીને આપણા યુવાનો અને બાળકો પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સક્રિય ભાગ લે અને સમાજમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ ફેલાવે તેવી મારી અપેક્ષા છે.

આ પ્રસંગે તેમજ ગાંધીનગરથી આવેલા ઙખઞ-ઙઊછૠના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. કે. શશીકુમારે પણ વૃક્ષારોપણ અને દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર એ પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સાંસદએ કહ્યું હતું કે, આ વન મહોત્સવના અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે, એક વ્યક્તિએક વૃક્ષના સંદેશને સાકાર કરીશું અને વધુમાં વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી બનીશું.