ભારતની માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતા ઓછી છે,અરવિંદ કેજરીવાલ

ભારતની માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતા ઓછી છે,અરવિંદ કેજરીવાલ

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતની માથાદીઠ આવક અંગે ફરી પીએમ મોદી પર હુમલો કર્યો છે. કેજરીવાલે તાજેતરમાં ભારતની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી.

ટીવટર પર એક વીડિયો શેર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે ભારતની માથાદીઠ આવક બાંગ્લાદેશ કરતા નીચે આવી ગઈ છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું.

કેજરીવાલે વધુમાં કહ્યું કે દેશે તેમને ભારતને વિશ્વનો સૌથી ધનિક દેશ બનાવવા માટે ચૂંટ્યા હતા. જોકે, તેમના કાર્યકાળ દરમિયાન, ભારત બાંગ્લાદેશ કરતા ગરીબ બની ગયું છે.