દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા નજીક ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. સાપુતારાથી આશરે ૯ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૮ નોંધાઈ હતી.

સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. જાકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી